ઇન્ટરવ્યૂ દરમિયાન આ ભૂલ ન કરી બેસતા, હાથમાં આવેલી નોકરી ગુમાવી દેશો, જાણો કેવી રીતે બચશો

ઇન્ટરવ્યૂ દરમિયાન આ ભૂલ ન કરી બેસતા, હાથમાં આવેલી નોકરી ગુમાવી દેશો, જાણો કેવી રીતે બચશો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

Job Interview Suggestions: વાતચીત દરમિયાન ઘણીવાર આપણે પોતાની વાત ચાલુ રાખવા માટે ‘અ…’ કે ‘અમ…’ જેવા પૂરક શબ્દો બોલતાં હોઈએ છીએ. જો કે, આ આદત તમને ઇન્ટરવ્યૂ કે મીટિંગ દરમિયાન ભારે પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ શબ્દો હંમેશા બિનજરૂરી હોય છે અને તેમનો વધારે પડતો ઉપયોગ તમારી વિશ્વસનીયતા ઘટાડી શકે છે.

ઇન્ટરવ્યૂ ટિપ્સ (Image Source - Canva)
ઇન્ટરવ્યૂ ટિપ્સ (Picture Supply – Canva)

Job Interview Suggestions: વાતચીત દરમિયાન ઘણીવાર આપણે પોતાની વાત ચાલુ રાખવા માટે ‘અ…’ કે ‘અમ…’ જેવા પૂરક શબ્દો બોલતાં હોઈએ છીએ. જોકે, આ આદત તમને ઇન્ટરવ્યૂ કે મીટિંગ દરમિયાન ભારે પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ શબ્દો હંમેશા બિનજરૂરી હોય છે. ઘણીવાર આવા શબ્દો મગજને વિચારવા માટે સમય આપે છે અને સામેવાળી વ્યક્તિને સંકેત આપે છે કે, વાત હજુ પૂરી થઈ નથી, પરંતુ તેમનો વધારે પડતો ઉપયોગ કરવાથી બીજા લોકોને એવું લાગી શકે છે કે, બોલનાર વ્યક્તિ ઓછી તૈયારી સાથે આવ્યો છે, જેનાથી તેની વિશ્વસનીયતા ઘટે છે. આવા શબ્દોને પ્રોફેશનલ્સ ‘ફિલર શબ્દ’ કહે છે.

ફિલર શબ્દના ઉપયોગથી બચવાના 4 ઉપાય

1. તમે બોલતાં હોવ ત્યારે વીડિયો રેકોર્ડ કરો – પોતાને સાંભળવું કે જોવું થોડુંક વિચિત્ર લાગી શકે છે, પરંતુ આવું કરવાથી તમને ખબર પડશે કે તમે કયા ફિલર શબ્દો, ક્યાં અને કેટલી વાર બોલો છો. જ્યાં સુધી આ સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી તમે માત્ર અંદાજો લગાવીને સુધારો કરવાનો પ્રયાસ કરતા રહેશો. જેનાથી જોઈએ તેવા પરિણામ મળશે નહીં.

2. મિત્રો પાસેથી ફીડબેક લો – તમે તમારા કોઈ નજીકના મિત્રને પૂછી શકો છો કે, જ્યારે હું વાત કરતો હોઉં છું ત્યારે કોઈ ખાસ ફિલર શબ્દનો વારંવાર ઉપયોગ કરું છું? તેમની પાસેથી જે જવાબ મળશે તે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આવું કરવાથી તમને ધ્યાન પડશે કે તમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જાગરૂકતા જ તમારી કુટેવ બદલવાનો ફર્સ્ટ સ્ટેપ છે.

3. બોલવાની ગતિ ધીમી કરો – ખૂબ ઝડપથી બોલવું તમારી વાતચીતમાં ફિલર શબ્દોનો ઉપયોગ વધારી શકે છે. ધ્યાન રાખીને, જો તમે તમારી બોલવાની ઝડપ થોડી ઘટાડી દેશો તો ખાલી જગ્યા ભરવાની મજબૂરી ઘટી જશે.

4. ઊંચા અવાજે બોલીને પ્રેક્ટિસ કરો – બોલવાની તૈયારી ફક્ત વિચારીને જ નહીં, પરંતુ બોલીને પણ કરવી જોઈએ. જ્યારે તમે એકલા હોવ કે કોઈ એવા લોકોની આસપાસ હોવ કે જેમની સાથે તમે સહજ અનુભવતા હોવ તો ત્યારે થોડાક ઊંચા અવાજે બોલીને પ્રેક્ટિસ કરો. આવું કરવાથી મગજ તેનું રોડમેપ તૈયાર કરી લે છે અને તેનાથી અટકવાની સંભાવના ઘટી જાય છે.

પેસ યુનિવર્સિટીનાં પ્રોફેસર હીદર હેસના જણાવ્યા મુજબ, ઓફિસ પ્રેઝન્ટેશન જેવી પ્રોફેશનલ સ્થિતિઓમાં ફિલર શબ્દોનો ઉપયોગ કરવાથી બોલનાર વ્યક્તિની વિશ્વસનીયતા ઘટી શકે છે. તેમનું માનવું છે કે, વધારે પડતા ફિલર શબ્દો લોકોનું ધ્યાન પણ ભટકાવે છે. કેટલાક રિસર્ચમાં નોકરીના ઇન્ટરવ્યૂ જેવી સ્થિતિમાં પણ આ શબ્દોને નકારાત્મક ગણવામાં આવ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *