અમદાવાદમાં મળશે વર્લ્ડ ક્લાસ સુવિધા, સાબરમતી નદીમાં દોડશે વોટર મેટ્રો

અમદાવાદમાં મળશે વર્લ્ડ ક્લાસ સુવિધા, સાબરમતી નદીમાં દોડશે વોટર મેટ્રો

વર્લ્ડ WORLD
Spread the love



અમદાવાદમાં BRTS, AMTS અને મેટ્રો ટ્રેન બાદ હવે પરિવહનનું એક નવું માધ્યમ આકાર લેવા જઈ રહ્યું છે. સાબરમતી નદીમાં હવે ‘વોટર મેટ્રો’ દોડતી જોવા મળશે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરને વર્લ્ડ ક્લાસ ટ્રાન્સપોર્ટ સુવિધા આપવા માટે AMC અને રાજ્ય સરકારે કમર કસી છે. સાબરમતી નદીમાં વોટર મેટ્રો ચલાવવા માટે કોચી વોટર મેટ્રો કંપનીને ફિઝિબિલિટી રિપોર્ટનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની કામગીરી ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. હાલ કોચીની ટીમે નદીમાં સ્ટડી રિપોર્ટની કામગીરી શરૂ કરી દીધી છે, જેનો રિપોર્ટ આગામી એકથી બે મહિનામાં સબમિટ કરવામાં આવશે. આ રિપોર્ટ બાદ કન્સલ્ટન્સી અને આગળની પ્રક્રિયા હાથ ધરાશે.મહત્વનું છે કે રિવરફ્રન્ટ પાર્ટ-2 બાદ હવે પાર્ટ-3 પર પણ કામ શરૂ થવાનું છે. વાસણાથી ગીફ્ટ સીટી સુધી રિવરફ્રન્ટ લઇ જવાનું આયોજન છે. વોટર મેટ્રો આવવાથી રોડ પરનું ભારણ ઘટશે અને અમદાવાદીઓને પ્રદૂષણમુક્ત મુસાફરીનો એક નવો જ અનુભવ મળશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *