જન્મતાની સાથે માએ તરછોડી દીધું, રમકડાંને મા બનાવી: અનાથ વાનરના બચ્ચાને જોઈ દુનિયા આખી રડી

જન્મતાની સાથે માએ તરછોડી દીધું, રમકડાંને મા બનાવી: અનાથ વાનરના બચ્ચાને જોઈ દુનિયા આખી રડી

બિઝનેસ BUSINESS
Spread the love


જન્મતાની સાથે માતાનો સાથ છૂટ્યો

જુલાઈ 2025માં જ્યારે પંચનો જન્મ થયો, તો તેનું વજન ખાલી 500 ગ્રામ હતું. તે ખૂબ જ નબળું અને નાજુક હતું. પણ સૌથી મોટું દુ:ખ આ નહોતું કે નબળું છે, પણ એ હતું કે તેની માતાએ જન્મના તરત બાદ તેને તરછોડી દીધું. ઝૂના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલી વાર મા બનેલી આ માદા વાનરે પંચને અપનાવવાની ના પાડી દીધી. જાનવરોની દુનિયામાં, ખાસ કરીને વાનરમાં જ્યારે કોઈ મા અનુભવહીન હોય છે અથવા ખુદને અસુરક્ષિત અનુભવે છે તો તે પોતાના બાળકોને છોડી શકે છે. એક એવા સમયમાં જ્યારે નાના પંચને પોતાની માતાની છાતીએ વળગીને રહેવાનું હોય છે અને તેની હૂંફની જરૂર હોય છે, એવા સમયે આ નાનો પંચ એકલું પડી ગયું.

ઓરા-મામા: એક નિર્જીવ રમકડાંમાં માતાનો પ્રેમ શોધી લીધો

વાનરના બચ્ચા જન્મતાની સાથે પોતાની માતાના વાળને મજબૂતીથી પકડીને રાખે છે. જેનાથી તેને સુરક્ષા અને શારીરિક વિકાસ બંને મળે છે. મા વિના પંચ ન ફક્ત શારીરિક રીતે પણ માનસિક પણ ખૂબ જ તણાવમાં હતું. તેની આ તડપને જોઈ ઝૂના કેરટેકર્સ, કોસુકે શિકાનો અને શુમ્પેઈ મિયાકોશીએ તેને માણસના બચ્ચાની માફક ઉછેરવાનો નિર્ણય લીધો. તેમણે પંચને એકલાપણાથી દૂર કરવા માટે તેને રુમાલ અને કેટલાય સોફ્ટ ટોય્ઝ આપ્યા. પણ પંચનું દિલ આવ્યું એક IKEA ના ઓરંગુટાન સોફ્ટ ટોય પર.

આ રમકડાંને લાંબા વાળ અને બનાવટ એકદમ મોટા વાનર જેવી જ હતી. પંચે આ રમકડાંને ગળે લગાવ્યું જાણે કોઈ બાળક વર્ષો બાદ પોતાની વિખૂટી પડેલી માતાને મળે છે. ઈન્ટરનેટની દુનિયાએ પ્રેમથી આ રમકડાંને ઓરા-મામા નામ આપ્યું. પંચ સૂતા, જાગતા, ખાતા-પીતા દરેક સમયે આ રમકડાંને પોતાની છાતીએ વળગાડીને રાખે છે.

ઈન્ટરનેટ પર આ દ્રશ્ય જોઈ લોકો ભાવુક થવા લાગ્યા

જ્યારે પંચનો વીડિયો એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો, તો દુનિયાભરના લોકોના દિલ પીગળી ગયા.

રમકડું બન્યું ઢાલ: વીડિયોમાં જોવા મળ્યું કે, જ્યારે બીજા મોટા વાનર પંચને ડરાવે અથવા ગુસ્સો કરે તો તે ડરીને ભાગી પોતાના રમકડાં પાસે આવીને ચોંટીને રડવા લાગતું, આ નિર્જીવ રમકડાંને પોતાની ઢાલની માફક ઉપયોગ કરતું હતું.

દુનિયાભરમાંથી પ્રેમ મળ્યો: લોકોએ #keepgoingPunch ચલાવીને આ નાના વાનરની હિમ્મતને બિરદાવી. ત્યાં સુધી કે, IKEAની અધ્યક્ષે ખુદ ઝૂની મુલાકાત લીધી અને પંચ માટે કેટલાય નવા રમકડાં દાનમાં આપ્યા. જેથી તેની ઓરા-મામા ક્યારેય તેનાથી દૂર ન થાય.

હવે કેવી છે પંચની જિંદગી, એક નવી આશા

ઝૂના મેનેજર હંમેશા જાણતા હતા કે પંચને છેલ્લે પોતાના વાનરના ઝૂંડ સાથે રહેવાનું શીખવું પડશે. જાન્યુઆરી 2026માં પંચે ધીમે ધીમે બીજા વાનર સાથે મળવાનું શરુ કરી દીધું.

શરૂઆતમાં ખૂબ જ દર્દનાક હતું. કેટલાય વીડિયો સામે આવ્યા, જેમાં મોટા વાનર તેને ખેંચતા, ડરાવતા જોવા મળ્યા. જે બાદ તે ભાગીને પોતાની ઓરા મામાની ગોદમાં છુપાઈ જતું, પણ ધીમે ધીમે તેની હાલત બદલાતી ગઈ.

તાજેતરના રિપોર્ટ અનુસાર, પંચ હવે બીજા નાના વાનર સાથે રમવા લાગ્યું છે. હાલમાં જ એક મોટા વાનરે પંચના વાળને સહેલાવતું જોવા મળ્યું. જે વાનરોની દુનિયામાં પ્રેમ, વિશ્વાસ અને પરિવારમાં સામેલ કરવાનો સૌથી મોટો સંકેત છે.

જો કે પંચ હજુ પણ સંપૂર્ણપણે પોતાની ઓરા મામાને છોડી શક્યું નથી. પણ તે હવે પહેલાથી ક્યાંય વધારે મજબૂત અને આત્મવિશ્વાસી બની ગયું છે. એક નિર્જીવ રમકડાંથી શરુ થયેલી તેની સફર હવે અસલી સંબંધની ઉષ્મા તરફ આગળ વધી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *