Gujarat Price range: ગુજરાતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે?

Gujarat Price range: ગુજરાતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Price range Fascinating Information: ગુજરાત બજેટ નો ઇતિહાસ બહુ રસપ્રદ છે. ગતિશીલ અને વિકસીત ગુજરાત ભારતના આર્થિક ક્ષેત્રે મોટું યોગદાન આપે છે. ટેક્સટાઇલ, ડાયમંડ, ઓટો પાર્ટસ અને ફાર્મા ક્ષેત્રમાં ગુજરાતનો ડંકો વાગે છે. ગુજરાતના બજેટમાં ઉદ્યોગ ધંધા, વેપાર, રોજગારને પ્રાધાન્ય અપાય છે. ભારતનું પ્રથમ ફિનટેક સિટી ગિફ્ટી સિટી પણ ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક સ્થપાયું છે. શું તમે જાણો ગુજરાતનું પ્રથમ બજેટ કોણે અને ક્યારે રજૂ કર્યું હતું? તે બજેટનું કદ કેટલું હતું? સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે? ચાલો જાણીયે ગુજરાત બજેટ વિશે રસપ્રદ વિગત

ગુજરાતનું પ્રથમ બજેટ કોણે અને ક્યારે રજૂ કર્યું હતું?

ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ થઇ હતી. મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાતનું બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયું હતું. આ બજેટ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને નાણામંત્રી ડો. જીવરામ મહેતા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. હાલ ગુજરાતનું બજેટ ગાંધીનગર સ્થિત વિધાનસભામાં રજૂ થાય છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે, ગુજરાતનું પ્રથમ બજેટ અમદાવાદમાં રજૂ થયું હતું. 

આ પણ વાંચો | ગુજરાત બજેટનો રંગ બદલાયો, નાણા મંત્રી કનુભાઈની ‘કાળી બેગ’ માંથી શું નીકળશે

ગુજરાતના પ્રથમ બજેટનું કદ કેટલું હતું?

સામાન્ય રીતે ભારતમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય અને તેની પહેલા આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરવાની પરંપરા છે. જો કે 1 મે, 1960ના રોજ મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત રાજ્ય બન્યું હતું. આથી તે વર્ષે ઓગસ્ટ મહિનામાં ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ થયું હતું.

આ પણ વાંચો | Gujarat Budget 2026 Live Updates: ગુજરાત બજેટ 2026 લાઇવ અપડેટ

ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જો કે ત્યારબાદ રાજ્યના વિકાસની સાથે ગુજરાતનું બજેટ કદ પણ સતત વધી રહ્યું છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ વર્ષ 2025 માટે 3.70 લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું. 

આ પણ વાંચો | ગુજરાત બજેટ 2026 : જાણો નાણામંત્રી કનુભાઈ દેસાઈ કેટલું ભણેલા છે?

ગુજરાતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકર્ડ કોના નામે છે?

ગુજરાતમાં સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાના નામે છે. તેમણે 18 વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ બીજું નામ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલના નામે છે. તેમણે સતત 9 વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *