બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુની ધરપકડ, પદના દૂરઉપયોગનો છે આરોપ

બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુની ધરપકડ, પદના દૂરઉપયોગનો છે આરોપ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Epstein Information Row : બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરની ટેમ્સ વેલી પોલીસે ધરપકડ કરી છે. એન્ડ્રુ પર તેમના હોદ્દાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ મામલે ત્યારે સામે આવ્યો જ્યારે ટેમ્સ વેલી પોલીસે કહ્યું કે તે પૂર્વ પ્રિન્સ તરફથી યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે કથિત રીતે ગુપ્ત માહિતી શેર કરવાની ફરિયાદની તપાસ કરી રહી છે.

એન્ડ્ર્યુએ કોઈ ખોટું કામ કરવાનો ઇન્કાર કર્યો છે. ગયા વર્ષે તે ‘પ્રિન્સ’નો ખિતાબ ગુમાવી ચુક્યા છે. તેમણે વિન્ડસરના મહેલ રોયલ લોજ પણ છોડવું પડ્યું હતું.

જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી કે કોઈ પોલીસ દ્વારા તેમની ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, પરંતુ આજે સવારે નોર્ફોકના સેન્ડિંગહામમાં કેટલાક વાહનો જોવા મળ્યા હતા. વિન્ડસરમાં પોતાનું ઘર છોડીને તે અહીં રહેતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે નિશાન વગરના પોલીસ વાહનો હતા.

આ પહેલીવાર છે જ્યારે પૂર્વ રાજકુમારની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર દોષિત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે સંબંધોને લઇને ઘણા આરોપ લાગ્યા છે. જોકે એન્ડ્ર્યુએ હંમેશા આ આક્ષેપોને  પાયાવિહોણા ગણાવ્યા છે.

એન્ડ્રુ માઉન્ટબેટનની ધરપકડ બાદ ટેમ્સ વેલી પોલીસે એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારી તપાસના ભાગરૂપે અમે આજે (19/2) નોર્ફોકથી 60 વર્ષથી વધુ ઉંમરના એક વ્યક્તિની સાર્વજનિક પદ પર ગેરવર્તણૂકની શંકાના આધારે ધરપકડ કરી છે. પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે બર્કશાયર અને નોર્ફોકમાં સ્થિત સરનામાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ હાલ પોલીસ કસ્ટડીમાં છે.

આ પણ વાંચો – ‘સવારથી સાંજ સુધી મફત ભોજન અને વીજળી મળવાથી કામ કરવાની ભાવના ઓછી થશે’, સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી

પોલીસે નિવેદનમાં આગળ કહ્યું કે રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ અમે ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ જાહેર કરીશું નહીં. મહેરબાની કરીને એ પણ ધ્યાનમાં રાખો કે આ મામલો હવે સક્રિય છે, તેથી કોઈપણ પ્રકારનું પ્રકાશન કરતી વખતે કોર્ટની અવમાનની બચવા માટે સાવચેતી રાખવી જોઈએ.

કોણ છે એન્ડ્રુ માઉન્ટબેટન?

એન્ડ્રુ માઉન્ટબેટન બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ છે. એન્ડ્ર્યુએ ગયા વર્ષે જ ‘પ્રિન્સ’નો ખિતાબ ગુમાવી દીધો હતો. તેમણે વિન્ડસરના મહેલ રોયલ લોજ પણ છોડવું પડ્યું હતું. યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથેના તેમના સંબંધોને લઇને ઘણા હપ્તા સુધી ચાલી રહેલી તપાસ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

બકિંગહામ પેલેસે તરફથી કહેવામાં આવ્યું છે કે હવે કિંગના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર તરીકે ઓળખાશે. એન્ડ્ર્યુએ તેના અંગત જીવન પર ઉભા થયેલા પ્રશ્નોને કારણે તેમના બીજા શાહી ખિતાબ પણ છોડી દીધા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *