Final Up to date:
અમિતાભ બચ્ચને હાલમાં સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે, તેમની આ પોસ્ટ ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. મહાનાયકે એક્સ (X) પર માત્ર ‘CHUUUUUPPPP’ લખીને ગુસ્સાવાળી ઇમોજી મૂકી છે. આ પોસ્ટ જોયા બાદ તેમના ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં સવાલોનો વરસાદ કરી દીધો છે.
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેઓ ઘણીવાર પોતાના બ્લોગ, એક્સ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકો સાથે મનની વાતો શેર કરતા હોય છે. જોકે, હાલમાં બિગ બીએ એક એવી પોસ્ટ શેર કરી છે જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. આ વખતે તેમની પોસ્ટમાં કોઈ પ્રેરણાત્મક વિચાર નહીં, પણ ભારે ગુસ્સો જોવા મળ્યો છે, જેને જોઈને તેમના લાખો ચાહકો ચિંતિત થઈ ગયા છે. તેમની આ પોસ્ટ જોઈને લોકો વિચારમાં પડી ગયા છે કે, આખરે એવું તે શું થયું હશે કે તેમણે આવી પોસ્ટ કરી હશે?
અમિતાભ બચ્ચન અવારનવાર તેમના બ્લોગ અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહે છે. તેઓ પોતાની વાતો એક્સ અને બ્લોગ પર લખે છે, પરંતુ આ વખતે તેમની એક પોસ્ટ ફેન્સને થોડી પરેશાન કરી ગઈ હતી. તેમણે ગઈકાલે રાત્રે 10 વાગ્યા પછી એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, ‘T 5661(i) – CHUUUUUPPPP !!!!’ આ સાથે તેમણે ગુસ્સાવાળી ઇમોજી પણ શેર કરી છે. તેમની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. હંમેશા ચાહકો વચ્ચે છવાયેલા રહેતા અમિતાભ બચ્ચને આ વખતે જે ગુસ્સાવાળી પોસ્ટ કરી છે, તેના પછી દરેકને લાગી રહ્યું છે કે, આખરે બિગ બીએ આવું કેમ લખ્યું? લોકો કોમેન્ટ કરીને આ પોસ્ટનું કારણ જાણવા માંગી રહ્યા છે. કેટલાક યુઝર્સ તો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. યુઝર્સ આના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
T 5661(i) – CHUUUUUPPPP !!!! 😡
— Amitabh Bachchan (@SrBachchan) February 18, 2026
એક યુઝરે લખ્યું હતું કે, ‘બસ આટલું જ? ન કોઈ કેપ્શન, ન કોઈ સ્પષ્ટતા.’ પોસ્ટમાં થોડો ગુસ્સો પણ દેખાઈ રહ્યો છે, જેના કારણે ફેન્સ મૂંઝવણમાં છે અને સવાલોની ઝડી લગાવી દીધી છે. એકે લખ્યું હતું કે, ‘આમને શું થઈ ગયું?’ કેટલાક લોકો તો તેમની આ પોસ્ટને તેમના એટીટ્યુડ અને પર્સનાલિટી સાથે જોડીને વાતો લખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અમિતાભની કોઈ પોસ્ટ આટલી વાયરલ થઈ રહી હોય. તેઓ અવારનવાર કેટલાક કોડ શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દેતા હોય છે. પરંતુ આ વખતે તો લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે કે, આ કેવા પ્રકારની પોસ્ટ શેર કરી છે.
Feb 19, 2026 12:06 PM IST

