ગાંધીનગર: સરકાર હસ્તગત વિમાન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સમાં કરોડોનો ખર્ચ થયો, વિધાનસભા ગૃહમાં સરકારે આંકડા જાહેર કર્યા

ગાંધીનગર: સરકાર હસ્તગત વિમાન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સમાં કરોડોનો ખર્ચ થયો, વિધાનસભા ગૃહમાં સરકારે આંકડા જાહેર કર્યા

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સરકાર હસ્તગત વિમાન અને હેલિકોપ્ટરની જાળવણી અને મરામત માટે કેટલો ખર્ચો થયો તેને લઈને વિપક્ષે સવાલ કર્યો. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આંકડાઓ સહિતની માહિતી આપી હતી.

વિમાન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પાછળ કરોડોનો ખર્ચો (Imahe: AI Generated)
વિમાન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ પાછળ કરોડોનો ખર્ચો (Imahe: AI Generated)

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું વર્ષ 2026-27નું બજેટ સત્ર ચાલી રહ્યું છે. વર્તમાનમાં ચાલતા બજેટ સત્ર દરમિયાન વિધાનસભાની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી ચાલી રહી છે. જે અંતર્ગત આજે વિધાનસભા સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી યોજાઈ હતી. આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહ વિભાગ તેમજ વાહન વ્યવહાર વિભાગ, ઉદ્યોગ વિભાગ તેમજ કુટીર અને ખાદી ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગ સહિતના પ્રશ્નોત્તરી કાળમાં પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર હસ્તક વિમાન હેલિકોપ્ટર માટેની જોગવાઈ અંગેનો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારને પ્રશ્ન કરતા પૂછ્યું હતું કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ રાજ્ય સરકાર હસ્તક વિમાન અને હેલિકોપ્ટરના સંચાલન, નિભાવન અને મરામત અને જાળવણી માટે વર્ષ 2025 અને 26 બજેટમાં કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ રાજ્ય સરકાર હસ્તક વિમાન અને હેલિકોપ્ટર સંચાલન, નિભાવન, મરામત અને જાળવણી માટે વર્ષ 2025 અને 26ના બજેટમાં ₹37 કરોડ 96 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પેટા પ્રશ્નમાં અમૃતજી ઠાકોરે પૂછયું કે ઉપરોક્ત સ્થિતિએ કયા હેતુસર કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?

આ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હસ્તક વિમાન અને હેલિકોપ્ટરના સંચાલન અને નિભાવ, મરામત અને જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 29 કરોડ 84 લાખ 84 હજાર 374 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બજેટ અંતર્ગત હેલિકોપ્ટર અને વિમાનની જાળવણી અંગેના પ્રશ્નો ચર્ચા દરમિયાન જાણવા મળ્યું કે, રાજ્ય સરકાર વિમાન હેલિકોપ્ટર માટે તો બજેટની ફાળવણી કરે છે અને મરામત માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરી હોવાનું પણ સામે આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *