Final Up to date:
ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ રાજપાલ યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર સલમાન ખાનનો આભાર માને છે. જો કે આ વીડિયો જોઈને લોકો માની રહ્યા છે કે રાજપાલ યાદવ તિહાર જેલમાંથી બહાર આવી ગયો છે.
આ સમયે દરેક લોકોને એવું લાગી રહ્યું છે કે શું રાજપાલ યાદવ જેલમાંથી ખરેખર બહાર આવી ગયો છે? સોશિયલ મીડિયા પર રાજપાલ યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં રાજપાલ યાદવે સલમાન ખાનનો આભાર માન્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવી ગયો છે.
રાજપાલ યાદવ જેલમાં ગયો એ પછી ઇન્ડસ્ટ્રીના અનેક લોકો એક્ટરની મદદે આવ્યા. સલમાન ખાન, અજય દેવગન અને સોનૂ સૂદ જેવા અનેક સિતારાઓ એમની મદદે આવ્યા અને ફંડ ભેગું કર્યું. રાજપાલ યાદવના સપોર્ટમાં એમની પત્ની રાધા પણ આવી હતી. પત્ની રાજપાલ યાદવને બેકબોન માને છે, જેણે એની પહેલી દીકરીને સગી મા જેવો પ્રેમ આપ્યો છે. રાજપાલ યાદવ એની ફિલ્મ અતા પતા લાપતા માટે લીધેલી 5 કરોડની લોન ન ચૂકવી શકવાને કારણે તિહાર જેલમાં બંધ છે.
શું જેલમાંથી બહાર આવી ગયો રાજપાલ યાદવ?
BIG NEWS: RAJPAL YADAV IS OUT OF JAIL
Rajpal Yadav is reportedly out of jail now, and shortly after his launch, he thanked Salman Khan for his help. He mentioned:
“Salman Bhai is sort of a brother to me. There are only a few individuals like him in our trade — he’s all the time serving to… pic.twitter.com/IPu3THWx1N
— CineAlpha (@CineAlpha1) February 14, 2026
સોશિયલ મીડિયામાં આ સમયે રાજપાલ યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સલમાન ખાનનો આભાર માની રહ્યો છે. વીડિયોએ સોશિયલ મીડિયામાં સનસની મચાવી દીધી છે. લોકોનું કહેવું છે કે શું ખરેખર તિહાડ જેલમાંથી બહાર આવી ગયો? ઘણાં લોકોનું માનવું છે કે સલમાન ખાને રાજપાલ યાદવને જામીન અપાવ્યા છે અને એક્ટરની મદદથી બહાર આવી શક્યા છે. પોતે રાજપાલ યાદવ આ વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યા છે કે સલમાન ભાઈ મારા મોટાભાઈની જેમ છે. આ સાથે એ કહી રહ્યા છે કે હવે હું રિલીવ ફિલ કરી રહ્યો છું. બસ આ વીડિયો જોઈને લોકો રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવી ગયો છે એવી વાતો કરવા લાગ્યા છે.
વાયરલ વીડિયો પર લોકો પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોમાં લોકો સલમાન ખાનની દરિયાદિલીના વખાણ કરી રહ્યા છે. આમ, તમને જણાવી દઈએ કે આ વીડિયો બહુ જૂનો છે, રાજપાલ યાદવ હાલમાં જેલમાં બંધ છે. પરંતુ સાચું એ છે કે આ વીડિયો ખૂબ જૂનો છે. વર્ષ 2018 માં રાજપાલ યાદવ ત્રણ મહિના માટે જેલમાં ગયો હતો. એ સમયે 5 કરોડની લોન સાથે જોડાયેલ ચેક બાઉન્સની કેસ સામે આવી નહોતી. અતા પતા લાપતા માટે એ સમયે કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજપાલ યાદવ ચેક બાઉન્સ કેસ
મીડિએશન સેશન બાદ કોર્ટે કહ્યું કે, જૂન 2024થી રાજપાલે ઘણી વાર સમય માગ્યો અને દરેક વખતે પેમેન્ટ કરવાનો વાયદો પણ આપ્યો, પણ ક્યારેય પેમેન્ટ કર્યું નહીં. રાજપાલે પહેલા કોર્ટને વાયદો કર્યો હતો કે તેઓ 2.5 કરોડ રૂપિયા 40 લાખ રૂપિયા અને 2.10 કરોડ રૂપિયા હપ્તામાં ચૂકવશે. જો કે તેઓ નક્કી કરેલી તારીખે પૈસા જમા કરવામાં નિષ્ફળ રહ્યા. જસ્ટિસ શર્માએ કહ્યું હતું કે, એક્ટરે રજિસ્ટ્રાર જનરલ પાસે ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરવા અથવા ડ્રાફ્ટમાં બતાવેલી ભૂલો ઠીક કરવા માટે કોઈ પગલાં નથી ઉઠાવ્યા. આ સાથે અનુમતિ અથવા સ્પષ્ટીકરણ માગવા માટે પણ કોઈ અરજી નથી આપી.
Mumbai,Maharashtra
Feb 15, 2026 11:09 AM IST

