અમદાવાદમાં સાઉથ આફ્રિકાની ટીમે ધબધબાટી બોલાવી, ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું

અમદાવાદમાં સાઉથ આફ્રિકાની ટીમે ધબધબાટી બોલાવી, ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

આઈસીસી ટી20 વિશ્વ કપ 2026ની 24મી મેચમાં એડેન માર્કરમની 86 રનની નોટઆઉટ ઈનિંગ્સના દમ પર સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવી દીધા છે.

News18
News18

અમદાવાદ: આઈસીસી ટી20 વિશ્વ કપ 2026ની 24મી મેચમાં એડેન માર્કરમની 86 રનની નોટઆઉટ ઈનિંગ્સના દમ પર સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવી દીધા છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરની રમતમાં 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે 17.1 ઓવરમાં 178 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે જ સાઉથ આફ્રિકા 6 પોઈન્ટ સાથે ગ્રુપ ડીમાં ટોપ પર પહોંચી ગઈ છે. વળી ન્યૂઝીલેન્ડની ટીમ ટી20 વિશ્વ કપના ઈતિહાસમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 5મી વખત હારી છે.

આવી રહી સાઉથ આફ્રિકાની બેટિંગ

176 રનના જવાબમાં ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. માર્કરમ અને ડિકોકની વચ્ચે પહેલી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ હતી. 5મી ઓવરમાં ડિકોકની વિકેટ પડી, પણ કપ્તાન માર્કરમે શાનદાર ફિફ્ટી લગાવી. વળી રયાન રિકેલ્ટન અને ડેવાલ્ડ બ્રેવિસે પણ 21-21 રનની ઈનિંગ્સ રમી. જેના દમ પર સાઉથ આફ્રિકાએ આ મેચમાં 18મી ઓવરમાં 7 વિકેટથી જીત મેળવી લીધી. માર્કરમે 44 બોલમાં નોટઆઉટ 86 રન બનાવ્યા. પોતાની ઈનિંગ્સમાં માર્કરમે 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

આવી રહી ન્યૂઝીલેન્ડની બેટિંગ

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ઠીકઠાક રહી હતી. પહેલી વિકેટ ટિમ સીફર્ટની 33ના સ્કોર પર પડી. સીફર્ટે ખાલી 13 રન બનાવ્યા હતા. આ મેચમાં પણ રચિન રવિન્દ્ર ખાસ કંઈ કરી શક્યો નહીં. પણ તે 13 રન બનાવીને આઉટ થઈ ગયો. ગ્લેન ફિલિપ્સ પણ સસ્તામાં આઉટ થઈ ગયો. પણ માર્ક ચેપમેને 48 રન જરૂર બનાવ્યા. વળી ડેરિલ મિચેલે પણ 32 રન બનાવ્યા હતા, જેના દમ પર ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *