બાથરોબમાં જોવા મળ્યો હાર્દિક પંડ્યા, સાથે લેડી લેવ માહિકા લટકમટક ચાલી; વીડિયો થયો લીક

બાથરોબમાં જોવા મળ્યો હાર્દિક પંડ્યા, સાથે લેડી લેવ માહિકા લટકમટક ચાલી; વીડિયો થયો લીક

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા હંમેશા કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતા હોય છે. ટી20 વર્લ્ડકપમાં વ્યસ્ત હોવા છતાં હાર્દિક પંડ્યા લેડી લવ માહિકાને સમય આપી રહ્યો છે. જો કે બન્નેનો એક લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક અને માહિકા  કોઇને કોઇ વાતે ચર્ચામાં રહેતા હોય છે.
હાર્દિક અને માહિકા કોઇને કોઇ વાતે ચર્ચામાં રહેતા હોય છે.

હાર્દિક પંડ્યા અને માહિકા શર્માના સંબંધો હવે કોઈનાથી છુપા રહ્યાં નથી. જો કે આ બન્ને હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે. હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા છેલ્લાં ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દિવસોમાં હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપમાં વ્યસ્ત છે, ત્યારે ક્રિકેટરનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક લેડી લવ માહિકા સાથે જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં હાર્દિક હોટલની ગેલેરીમાં બાથરોબ પહેરીને જોવા મળી રહ્યો છે. આ સમયે હાર્દિક કોઈની સાથે ફોનમાં વાત કરી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે માહિકા શર્મા પણ હાર્દિક પંડ્યાની સાથે ચાલી રહી છે. આ સાથે હોટલ સ્ટાફ પણ છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે કોઈ ફેને કપલનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર લીક કર્યો છે.

વર્ષ 2025માં સંબંધો કન્ફર્મ કર્યા

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ વર્ષ 2025માં ઓફિશિયલી રીતે માહિકા સાથેના સંબંધોની પુષ્ટિ કરી હતી. લેટેસ્ટમાં એક T20 જીત્યા પછી બન્ને સાથે જોવા મળ્યા હતા. આ સિવાય એરપોર્ટ પર ઘણીવાર બન્ને સ્પોટ પણ થયા હતા. જો કે અનેક અટકળો પછી હાર્દિક પંડ્યાએ પોતાના રિલેશનશિપની વાત કન્ફર્મ કરી હતી. આમ, વાત કરવામાં આવે તો માહિકા અને હાર્દિક પંડ્યા અનેકવાર સાથે જોવા મળે છે. જો કે આ બન્નેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં આવતાની સાથે જ છવાઈ જાય છે.

18 જુલાઈ 2024 માં નતાશા અને હાર્દિક પંડ્યા અલગ થયા

નતાશાએ 18 જુલાઈ 2024ના ક્રિકેટર હાર્દિક પંડ્યા 4 વર્ષ બાદ અલગ થવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, નતાશા સ્ટેનકોવિકે 17 વર્ષની ઉંમરમાં મોડેલિંગ શરૂ કર્યું અને તે બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવામાં લાગી ગઈ. હાર્દિક પંડ્યા સાથે લગ્ન કરતા પહેલા નતાશા બિગ બોસ, નચ બલિયે 9 જેવા શોઝ કરી ચૂકી છે. નતાશાએ પ્રકાશ ઝાની 2013માં આવેલી ફિલ્મ ‘સત્યાગ્રહ’થી ડેબ્યૂ કર્યું હતું. રેપર બાદશાહના સુપરહિટ સોન્ગ ‘ડીજે વાલે બાબુ’માં પણ નતાશા એક્ટ્રેસ તરીકે જોવા મળી ચૂકી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *