અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં ફેરફારો નોંધાઈ રહ્યા છે, જેમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, રાજ્યમાંથી શિયાળો હવે લગભગ ગાયબ થવાની સ્થિતિએ પહોંચી રહ્યો છે, લધુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે શુક્રવારે 7 દિવસના રાજ્યના હવામાન વિશે આગાહી કરી હતી, જેમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, બપોરના સમયે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે પરંતુ વહેલી સવારે તથા રાતના સમયે હવામાનમાં ઠંડક અનુભવાય છે. જોકે, જેમ-જેમ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થવાથી રાતના તાપમાનમાં પણ વધારો થવા લાગશે જોકે, આકરી ગરમીની શરુઆત પહેલા હાલ રાહતવાળું હવામાન છે.

