એલોન મસ્ક ચંદ્ર પર બનાવશે પોતાની મેળે વિકસતું શહેર, જાણો શું છે SpeceX નો માસ્ટરપ્લાન | Science Information

એલોન મસ્ક ચંદ્ર પર બનાવશે પોતાની મેળે વિકસતું શહેર, જાણો શું છે SpeceX નો માસ્ટરપ્લાન | Science Information

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Science Newest Information: ટેકનોક્રેટ એલોન મસ્ક (Elon musk) એ ચંદ્ર પર માનવ વસવાટ (Human on Moon) અંગે મોટી જાહેરાત કરી વિશ્વને ચોંકાવ્યું છે. SpaceX મારફતે અંતરિક્ષમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરનાર એલોન મસ્કે હવે ચંદ્ર પર નજર દોડાવી છે. એલોન મસ્કનો માસ્ટરપ્લાન હવે મંગળને બદલે ચંદ્ર તરફ છે. તેમણે ચંદ્ર પર સેલ્ફ ગ્રોઇંગ સિટી બનાવવાની જાહેરાત કરી છે. 

અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં દરરોજ નવા આયામો સર કરનાર એલોન મસ્કે ફરી એકવાર દુનિયાને ચોંકાવી દીધી છે. અત્યાર સુધી મંગળ ગ્રહ પર વસવાટનું સપનું જોનારા મસ્કે હવે પોતાની રણનીતિ બદલી છે. રવિવારે એક એક્સ (X) પોસ્ટમાં મસ્કે જણાવ્યું કે, SpaceX હવે ચંદ્ર પર એક ‘સેલ્ફ-ગ્રોઇંગ સિટી’ (પોતાની મેળે વિકસતું શહેર) બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

મંગળ પહેલા ચંદ્ર મિશન કેમ?

એલોન મસ્કના મતે, માનવ સભ્યતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે પૃથ્વીની બહાર વસવાટ જરૂરી છે. જોકે તેઓ હજુ પણ મંગળ પર શહેર વસાવવા માંગે છે, પરંતુ ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી ત્યાં શહેર બનાવવું વધુ ઝડપી અને સરળ છે. મસ્કે ઉમેર્યું કે ચંદ્ર પર આ લક્ષ્ય આગામી 10 વર્ષથી ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકાય એમ છે.

SpaceX આવનાર સમયમાં શું કરશે? જાણો નવો ટાઈમલાઈન ચાર્ટ

માર્ચ 2027: ચંદ્ર પર માનવ રહિત (Uncrewed) લેન્ડિંગનો પ્રયાસ.

આગામી 5 થી 7 વર્ષ: મંગળ પર શહેર બનાવવાની દિશામાં કામગીરીની શરૂઆત.

આગામી 10 વર્ષ: ચંદ્ર પર કાયમી માનવ વસાહતનું નિર્માણ.

શું તમે જાણો છો ચંદ્ર મિશનના આ રોમાંચક તથ્યો?

50 વર્ષનો ઇન્તજાર: 1972માં અમેરિકાના એપોલો મિશન બાદ હજુ સુધી કોઈ માણસ ચંદ્ર પર ગયો નથી.

ચાઇના સાથે હરીફાઈ: અત્યારે અમેરિકા અને ચીન વચ્ચે ચંદ્ર પર પહેલા પહોંચવાની તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે.

ટ્રિલિયન ડોલર કંપની: તાજેતરમાં સ્પેસએક્સ અને xAI (મસ્કની AI કંપની) વચ્ચેના સોદા બાદ સ્પેસએક્સની કિંમત 1 ટ્રિલિયન ડોલર આંકવામાં આવી છે.

સેલ્ફ-ગ્રોઇંગ સિટી: આ એવું શહેર હશે જે ચંદ્ર પર ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને પોતાની જાતે વિસ્તરી શકશે.

રોકાણકારોને શું સંદેશ આપ્યો?

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, સ્પેસએક્સે તેના રોકાણકારોને સ્પષ્ટ કર્યું છે કે તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા હવે ચંદ્ર મિશન છે. મંગળ પર જવાની યોજનાને થોડા સમય માટે પાછી ઠેલવામાં આવી છે.

Read More: સૂર્ય પર દેખાયું પૃથ્વી કરતાં 20 ગણું મોટું છિદ્ર, જાણો શું છે કોરોનલ હોલ

અગાઉ મસ્કે 2026 ના અંત સુધીમાં મંગળ પર માનવરહિત મિશન મોકલવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ હવે મંગળ મિશન માર્ચ 2027 કે તે પછીથી શરૂ થવાની શક્યતા છે.

એલોન મસ્કની જાહેરાત એક નવી શરૂઆત

એલોન મસ્કનો આ નિર્ણય માત્ર બિઝનેસ નથી, પણ વિજ્ઞાન તરફ નવી દિશા છે. જો ચંદ્ર પર સફળતાપૂર્વક શહેર વસશે, તો તે મંગળ અને તેનાથી આગળના બ્રહ્માંડની સફર માટે એક ‘બેઝ કેમ્પ’ તરીકે કામ કરશે. શું 2035 સુધીમાં ચંદ્ર પર આપણું પોતાનું સરનામું હશે? સમય જ કહેશે, પણ મસ્કની જીદ આપણને તારાઓની વધુ નજીક લઈ જઈ રહી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *