સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક વખત નબીરાએ અકસ્માત સર્જ્યો છે. શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા રાવપુરા ટાવર રોડ પર મોડી રાતે પૂરપાટ ઝડપે નીકળેલા એક કાર ચાલકે દુકાનમાં કાર ઘૂસાડી દીધી હતી. મહત્વનું છે કે સ્ટિયરિંગ પરનો કાબૂ અચાનક ગુમાવતા કાર બેકાબૂ બની હતી અને નજીકમાં રહેલ એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં લક્ઝ્યૂરીયસ કાર અને દુકાન બન્નેને મોટું નુકસાન પહોંચ્યું છે. જો કે અકસ્માત સર્જીને ચાલક કારને ત્યાં જ મૂકીને ભાગી છૂટતા પોલીસે નંબર પ્લેટના આધારે માલિક સુધી પહોંચવાના તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલકે નશો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
Source link
