“ભારતની ક્રિકેટ પ્રતિભા ચમકી રહી છે”, U-19 વર્લ્ડ કપમાં જીતથી ગદગદ થયા PM મોદી, ભારતીય ટીમ પર થયો શુભેચ્છાનો વરસાદ

“ભારતની ક્રિકેટ પ્રતિભા ચમકી રહી છે”, U-19 વર્લ્ડ કપમાં જીતથી ગદગદ થયા PM મોદી, ભારતીય ટીમ પર થયો શુભેચ્છાનો વરસાદ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

રેકોર્ડ છઠ્ઠી વાર અંડર 19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે. શુભેચ્છાઓ સાથે તેઓએ ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી.

પીએમ મોદીએ ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા
પીએમ મોદીએ ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા

નવી દિલ્હી: રેકોર્ડ છઠ્ઠી વાર અંડર 19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે. શુભેચ્છાઓ સાથે તેઓએ ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી. ભારતે ઝિમ્બાબ્વેના હરારેમાં રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. ભારતની જીતનો નાયક 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી રહ્યો, જેણે 80 બોલમાં 175 રનની આક્રમક ઇનિંગ રમી, જેના કારણે ટીમે નવ વિકેટે 411 રનો વિશાળ સ્કોર ઊભો કર્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાં અજેય રહેતા ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. મોદીએ પણ ટીમના અસાધારણ કૌશલ્યના વખાણ કરતા કહ્યું કે, આ જીત યુવા ખેલાડીઓને પ્રેરિત કરશે. રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર એક્સ હેન્ડલ પર જાહેર નિવેદન અનુસાર, આઈસીસી પુરુષ અંડર 19 વર્લ્ડ કપ 2026ને રેકોર્ડ છઠ્ઠીવાર જીતવા પર ભારતીય ટીમને હાર્દિક શુભેચ્છાઓ.

તેઓએ કહ્યું, “આખી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહેતા ટીમે પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું છે. હું પ્રતિભાશાળી યુવા ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે, ભારતીય ક્રિકેટ વધુ મજબૂત થશે.”

પીએમ મોદીએ એક્સ પર લખ્યું, “ભારતની ક્રિકેટ પ્રતિભા ચમકી રહી છે.” તેમણે કહ્યું કે, “વર્લ્ડ કપ ઘરે લાવનાર અંડર 19 ટીમ પર ગર્વ છે. ટીમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું.” તેઓએ કહ્યું કે, “આ જીત ઘણા યુવા ખેલાડીઓને પણ પ્રેરિત કરશે. ખેલાડીઓને તેના આગામી પ્રયત્નો માટે શુભેચ્છાઓ.”

ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ પણ ભારતના યુવા ખેલાડીઓના વખાણ કરતા એક્સ પર લખ્યું, “આપણી યુવા શક્તિ ટીમનું શાનદાર પ્રદર્શન. વિશ્વ ચેમ્પિયન બનનાર છોકરાઓને શુભેચ્છાઓ. તેઓએ સૂર્યવંશીનો ઉલ્લેખ કરતા કહ્યું, ફાઈનલમાં શાનદાર ઇનિંગ માટે બિહારના સ્વર્ણિમ છોકરા વૈભવ સૂર્યવંશીને વિશેષ શુભેચ્છાઓ.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *