સુપ્રીમ કોર્ટમાં મમતા બેનર્જીનું અનોખું રુપ જોવા મળ્યું, દલીલો સાંભળી ચૂંટણી પંચ ચૂપ

સુપ્રીમ કોર્ટમાં મમતા બેનર્જીનું અનોખું રુપ જોવા મળ્યું, દલીલો સાંભળી ચૂંટણી પંચ ચૂપ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડાયરેક્ટ ચૂંટણી પંચના કામ કરવાની રીત પર સવાલો ઊભા કરી દીધા. જેવું મમતા બેનર્જીએ કહ્યું કે આ ચૂંટણી પંચ, માફ કરો….વોટ્સએપ આયોગ આ બધું કરી રહ્યું છે.

News18
News18

Bengal SIR Listening to: પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા અને મતદાર યાદીમાંથી નામ હટાવવાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોમવાર દલીલો એ સમયે જોરદાર થઈ, જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડાયરેક્ટ ચૂંટણી પંચના કામ કરવાની રીત પર સવાલો ઊભા કરી દીધા. જેવું મમતા બેનર્જીએ કહ્યું કે આ ચૂંટણી પંચ, માફ કરો….વોટ્સએપ આયોગ આ બધું કરી રહ્યું છે. કોર્ટ રૂમમાં થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો અને ચૂંટણી પંચના વકીલો જવાબ આપવાની સ્થિતિમાં ન રહ્યા.

CJI સૂર્યકાંતની શરૂઆતી ટિપ્પણી

SIR મામલાની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે આધાર કાર્ડની માન્યતા સાથે જોડાયેલા સવાલ પર સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે આધાર કાર્ડની માન્યતાના મુદ્દા પર અમે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. એટલા માટે તેના પર કોઈ ટિપ્પણી કરી શકાય નહીં. આધાર કાર્ડની પણ પોતાની મર્યાદાઓ છે. ત્યાર બાદ CJIએ સમાધાનની દિશામાં સૂચનો આપતા કહ્યું કે, વિસંગતિના મુદ્દા પર અધિકારીઓની એક ટીમ નિયુક્ત કરો. ચૂંટણી પંચે તેને વેરિફિકેશન માટે લેવામાં આવે. જેથી એ જોઈ શકાય કે નામનું વેરિફિકેશન કેવી રીતે નથી થતું. તેમને તેના માટે એક દિવસનો સમય આપો.

મમતા બેનર્જીની આકરી ટિપ્પણીઓ

ત્યાર બાદ મમતા બેનર્જીએ આખી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે હવે ERO (ઇલેક્ટ્રોલ રજિસ્ટ્રેશન ઓફિસર)ની કોઈ ભૂમિકા નથી રહી. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ શાસિત રાજ્યોથી સૂક્ષ્મ પર્યવેક્ષકોને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા. તેમનો ઉદ્દેશ્ય ખાલી નામ હટાવવાનો છે, નહીં કે સુધારો કરવાનો.

પ્રથમ તબક્કામાં જ 58 લાખ નામ હટાવવામાં આવ્યા

મમતા બેનર્જીએ કહ્યું કે લાખો લોકોને મૃત જાહેર કરી દીધા, જ્યારે તેઓ જીવિત છે. મમતા બેનર્જીએ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં લોકોને મૃત બનાવી દેવા એ કોઈ સામાન્ય પ્રક્રિયા છે?

દસ્તાવેજને લઈને સવાલો

મુખ્યમંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ નિવાસ પ્રમાણ પત્ર, સ્થાનિક દસ્તાવેજ અને અન્ય માન્ય પ્રમાણ સ્વીકાર નથી કરી રહ્યા. તેમનું કહેવું હતું કે ગરીબ, પ્રવાસી, લગ્ન બાદ સ્થાન બદલનારી મહિલાઓ અને હાંસિયામાં ધકેલાયેલા લોકો આ પ્રક્રિયાથી સૌથી વધારે પ્રભાવિત થયા છે.

ચૂંટણી પંચનો જવાબ

ચૂંટણી પંચ તરફથી હાજર વકીલે વળતો જવાબ આપતા કહ્યું કે, અમે રાજ્ય સરકારને ઘણી વાર પત્ર લખીને ERO પદ માટે કેટેગરી-2 અધિકારીઓની નિયુક્તિની માગ કરી હતી. પણ રાજ્ય સરકારે ખાલી 80 અધિકારીઓની નિયુક્તિ કરી. ચૂંટણી પંચે કહ્યું કે જરૂરી સંખ્યામાં અધિકારીઓ ન મળવાના કારણે મજબૂરીમાં સૂક્ષ્મ પર્યવેક્ષક નિયુક્ત કર્યા છે. તેમાં ચૂંટણી પંચની કોઈ દુર્ભાવના નથી.

કોર્ટનું વલણ

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સંકેત આપ્યા કે મામલો અત્યંત સંવેદનશીલ છે. મતદાર યાદીમાંથી નામ હટાવવાનો પ્રભાવ લોકતંત્રના મૂળ પર પડે છે. સમાધાન આધારિત દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા આ મામલામાં હવે આગામી સુનાવણી સોમવારે થશે. કોર્ટે સંકેત આપ્યો છે કે ત્યાં સુધી વેરિફિકેશન પ્રક્રિયા પર ઠોસ સૂચનો આપો અને બંને પક્ષો પાસેથી વિસ્તૃત જવાબ રેકોર્ડ પર લાવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *