WhatsApp પર Unknown નંબર પરથી ફોન આવે છે? તો આ રીતે મેળવો છૂટકારો, જાણો પૂરી પ્રોસેસ વિશે

WhatsApp પર Unknown નંબર પરથી ફોન આવે છે? તો આ રીતે મેળવો છૂટકારો, જાણો પૂરી પ્રોસેસ વિશે

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

તમે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સથી કંટાળી ગયા છો તો આ માહિતી ખાસ તમારા માટે છે. આમ, તમે સેટિંગમાં જઈને આ ફેરફાર કરશો તો આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

News18
News18

WhatsAppના ભારતમાં લગભગ 80 કરોડ યુઝર્સ છે. મેટાની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ભારતમાં નહીં, પરંતુ પૂરી દુનિયામાં લોકપ્રિય છે. આ સાયબર ક્રિમિનલ્સની પણ ફેવરેટ એપ બની ગઈ છે. વોટ્સએપ દ્વારા નકલી મેસેજ અને કોલ દ્વારા ગુનેગારો લોકોને પોતાની જાળમાં ફસાવી લેતા હોય છે અને પછી ફ્રોડને અંજામ આપે છે. આમ, તમને પણ વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી કોલ આવે છે અને તમે કંટાળી ગયા છો તો આ માહિતી તમારા માટે ખાસ છે.

આમ, તમને જણાવી દઈએ કે વોટ્સએપ પર આવતા અજાણ્યા કોલથી તમે કંટાળી ગયા છો તો આ ફીચર તમને કામમાં આવી શકે છે. અજાણ્યા કોલ્સ બંધ કરવા માટે વોટ્સએપમાં Silence Unknown Callers નામનું ફીચર આપવામાં આવ્યું છે, જે તમારા નંબર પર અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સને બંધ કરવામાં મદદ કરે છે. એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે આ ઓન કરવું એકદમ સરળ છે.

Silence Unknown Callers

વોટ્સએપનું આ પ્રાઇવસી ફીચર બહુ કામનું છે. આ ફીચર ઓન કર્યા પછી તમારા નંબર પર કોઈપણ સ્પેમ તેમજ સ્કેમના કોલ્સ સાઇલન્ટ થઈ જશે. જો કે આ પ્રકારના કોલ્સ તમારા વોટ્સએપની હિસ્ટ્રીમાં જોવા મળશે, જેથી કરીને જરૂર પડે તો તમે આની પર કોલ કરી શકો છો.

એન્ડ્રોઇડ યુઝર્સ કેવી રીતે ઓન કરશો?

  • આ માટે વોટ્સએપને ફોનમાં ઓપન કરો.
  • પછી ઉપરની બાજુ આપેલા ત્રણ ડોટ્સ વાળા મેનુ પર ટેપ કરો.
  • પછી નીચે આપેલા સેટિંગ ઓપ્શન પર ટેપ કરો.
  • અહીંયા તમને પ્રાઇવસીનો ઓપ્શન મળશે, જેની પર ટેપ કરો.
  • નીચે સ્ક્રોલ કરવા પર Calls નો ઓપ્શન મળશે.
  • અહીંયા તમે Silence Unknown Callersના ઓપ્શનને ઓન કરી દો.

iPhone યુઝર્સ કેવી રીતે ઓન કરશો?

  • સૌથી પહેલાં ફોનમાં વોટ્સએપ ઓપન કરો.
  • પછી નીચે આપેલા Settings ઓપ્શન પર ટેપ કરો.
  • અહીંયા આપેલા Privateness સેક્શનમાં જાઓ.
  • પછી નીચે સ્ક્રોલ કરીને Calls ના ઓપ્શન પર ટેપ કરો.
  • અહીંયા Silence Unknown Callers નો ઓપ્શન ઓન કરો. આમ, તમે આ સ્ટેપ્સ ફોલો કરશો તો તમારા ફોન પર અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ બંધ થઈ જશે. આ કોલ્સ તમે કોલ હિસ્ટ્રીમાં જઈને જોઈ શકશો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *