સુરતના માંડવી નજીક તડકેશ્વરમાં નવી નક્કોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે, ટાંકી બનાવવા માટે જે કોંક્રિટ વાપરવામાં આવ્યું હતું, તેની સ્ટ્રેન્થ 25થી 30 n/mm2ની જગ્યાએ માત્ર 8થી 18 n/mm2 જ હતી. એટલે કે ટાંકી બનાવવા માટે જેટલું સિમેન્ટ વાપરવું જોઇતું હતું તેના કરતા અડધું જ વપરાયું, જેટલી કપચી વાપરવાની હતી તે પણ ઓછી હતી. કોંક્રિટમાં રેતી અને પાણીનું પ્રમાણ વધુ હતું.લેબ ટેસ્ટ મુજબ કોંક્રિટની મજબૂતી જરૂરી લેવલ કરતાં ઓછી મળી છે.
Source link
