પ્રેમ આને કહેવાય! પાલતુ કૂતરા માટે બુક કરાવી ફ્લાઈટ, પછી તેની પાછળ 15 લાખ રૂપિયા ખર્ચ્યા, કહાની જાણીને લાગશે નવાઈ!

પ્રેમ આને કહેવાય! પાલતુ કૂતરા માટે બુક કરાવી ફ્લાઈટ, પછી તેની પાછળ 15 લાખ રૂપિયા ખર્ચ્યા, કહાની જાણીને લાગશે નવાઈ!

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

કહેવાય છે કે, પ્રેમની કોઈ સીમા હોતી નથી, અને જ્યારે વાત પોતાના વફાદાર પાલતુ શ્વાનની હોય, ત્યારે પૈસા ગૌણ બની જાય છે. હૈદરાબાદના એક કપલે સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ કપલે તેમના વહાલા ડોગને પોતાની સાથે ભારતથી ઓસ્ટ્રેલિયા લઈ જવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હતા. હવે આ કિસ્સો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ કપલના વખાણ કરી રહ્યા છે.

પ્રેમ આને કહેવાય!
પ્રેમ આને કહેવાય!

જ્યારે લોકો વિદેશ જવાની તૈયારી કરે છે, ત્યારે સપના નવા શહેર અને નવા જીવનના હોય છે, પરંતુ હૈદરાબાદના એક ભારતીય કપલ માટે આ સફર માત્ર કરિયરની નહોતી, પરંતુ પોતાના પરિવારના એક ખાસ સભ્યને સાથે લઈ જવાની મથામણ પણ હતી. આ કપલે પોતાના પાલતુ ડોગ ‘સ્કાઈ’ (Sky)ને ઓસ્ટ્રેલિયા લઈ જવા માટે અંદાજે 15 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના કડક નિયમો

ઓસ્ટ્રેલિયાના કડક નિયમોએ દંપતીની ચિંતા વધારી દીધી હતી. ત્યાં ભારતથી સીધા શ્વાનને લાવવાની પરવાનગી નથી. નિયમ મુજબ, શ્વાનને પહેલા કોઈ ‘રેબીઝ ફ્રી’ દેશમાં છ મહિના રહેવું પડે છે. આ જ કારણસર સ્કાઈને ભારતથી દુબઈ મોકલવામાં આવ્યો હતો, જ્યાં તે એક બોર્ડિંગ ફેસિલિટીમાં રહ્યો હતો. દંપતીએ જણાવ્યું કે, તેઓ એક મહિના સુધી દુબઈમાં સ્કાઈની સાથે રહ્યા હતા, જેથી તે ત્યાંના વાતાવરણમાં ભળી શકે. ત્યારબાદ સૌથી મુશ્કેલ તબક્કો વિખૂટા પડવાનો આવ્યો હતો. દરરોજ વીડિયો કોલ, ફોન કોલ અને અપડેટ્સના સહારે આ છ મહિના કાપવામાં આવ્યા હતા. તેમના માટે આ રાહ કોઈ પરીક્ષાથી ઓછી નહોતી.

કપલેએ જણાવ્યું કે, જ્યારે તેઓ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થવાનું વિચારી રહ્યા હતા, ત્યારે ઘણા લોકોએ તેમને સ્કાઈને ભારતમાં જ કોઈને આપી દેવા અને શેલ્ટરમાં મૂકી દેવાની સલાહ આપી હતી. પરંતુ કપલ માટે સ્કાઈ માત્ર એક શ્વાન નહીં પણ પરિવારનો સભ્ય હતો. તેમણે નિર્ણય કર્યો કે, ભલે ગમે તેટલો ખર્ચ થાય, તેઓ સ્કાઈને પોતાની સાથે જ રાખશે. આ પ્રક્રિયામાં તેમને લગભગ 1 વર્ષ જેટલો સમય અને લાખો રૂપિયા લાગ્યા, પણ અંતે સ્કાઈ હવે ઓસ્ટ્રેલિયામાં તેમની સાથે સુરક્ષિત છે.

જ્યારે છ મહિના પછી સ્કાઈ ઓસ્ટ્રેલિયા પહોંચ્યો, ત્યારે તમામ થાક અને ડર ગાયબ થઈ ગયો હતો. કપલે ભાવુક થઈને કહ્યું કે, ‘પૈસા ફરીથી કમાઈ શકાય છે, પરંતુ પ્રેમનો કોઈ વિકલ્પ નથી. સ્કાઈ માત્ર પાલતુ નથી, તે અમારું બાળક છે.’ આ સફરનો વીડિયો કપલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં સ્કાઈની એરપોર્ટ પરની મસ્તીથી લઈને ઓસ્ટ્રેલિયાના નવા ઘરમાં પ્રવેશ સુધીના દ્રશ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ કહાની સામે આવતા જ લોકો ભાવુક થઈ ગયા હતા. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે કે, ‘પૈસા તો ઘણા લોકો પાસે હોય છે, પણ આવું દિલ બહુ ઓછા લોકો પાસે હોય છે.’ કોઈએ લખ્યું કે, પાલતુ પ્રાણીઓ પણ પરિવાર જ હોય છે, જો આટલો પ્રેમ હોય તો માણસ પહેલેથી જ સારો પેરેન્ટ બની જાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *