ફિલ્મ ‘ડોન 3’ને લઈ મોટી અપડેટ, ડાયરેક્ટરે બીજા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું, દર્શકોને વધારે રાહ જોવી પડશે

ફિલ્મ ‘ડોન 3’ને લઈ મોટી અપડેટ, ડાયરેક્ટરે બીજા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું, દર્શકોને વધારે રાહ જોવી પડશે

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

દર્શકો લાંબા સમયથી ફિલ્મ ડોન 3ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રણવીર સિંહે છોડી ત્યારથી ઘણી ચર્ચામાં છે. ત્યારે વધુમાં આ ફિલ્મને લઈને મોટી અપડેટ સામે આવી છે.

ફિલ્મ ડોન 3 ને લઈ મોટી અપડેટ (Image: IMDB)
ફિલ્મ ડોન 3 ને લઈ મોટી અપડેટ (Picture: IMDB)

ફિલ્મ ડોન 3 છેલ્લા અમુક સમયથી ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. આ ફિલ્મમાં પહેલા રણવીર સિંહને લીડ રોલ માટે સાઈન કરવામાં આવ્યો હતો. જોકે ધુરંધર ફિલ્મની સફળતા બાદ રણવીર સિંહે આ ફિલ્મ છોડી દીધી છે. જોકે તે પહેલા એક્ટર વિક્રાંત મેસીએ પણ આ ફિલ્મને છોડી દીધી હતી. જેથી મેકર્સ આ ફિલ્મને લઈને નવા ચહેરાની શોધ કરી રહ્યા છે.

જોકે હવે અચાનકથી એવી માહિતી સામે આવી છે કે ડાયરેક્ટર ફરહાન અખ્તરે ફિલ્મને હાલ હોલ્ડ પર રાખી છે. હવે તેનું પૂરું ધ્યાન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ જી લે જરા પર છે. આ ફિલ્મમાં કેટરીના, આલિયા અને પ્રિયંકા લીડ રોલમાં હોવાની માહિતી સામે આવી છે. ડોન 3 ફિલ્મને હોલ્ડ પર રાખવાનું કારણ એ છે કે આ આઈકોનિક ફ્રેન્ચાઈઝીની કાસ્ટિંગમાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. ફિલ્મ માટે ફરહાન અખ્તરે નવો ચહેરો પસંદ કરવા સમય લેવાનું નક્કી કર્યું છે અને પોતાની પૂરી એનર્જી રોડ ટ્રિપ ફિલ્મ પર હાલ લગાવી દીધી છે.

પિંકવીલાની એક્સક્લુસિવ રિપોર્ટ પ્રમાણે ફિલ્મ સાથે જોડાયેલા અમુક સૂત્રોએ કહ્યું કે ફરહાન અખ્તરને લાગે છે કે ડોન 3ના રોલ માટે યોગ્ય એક્ટરની પસંદગી મહત્વનો નિર્ણય છે. તે કોઈ દબાણમાં આવીને ખોટો નિર્ણય નથી લેવા માગતા. ડોન 3ની કાસ્ટિંગ પ્રોસેસ ઘણી લાંબી થઈ શકે છે અને આજ કારણ છે કે તેમણે આ પ્રોજેક્ટથી બ્રેક લીધો છે. તેઓ ઈચ્છે છે કે જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે લીડ એક્ટર એવો હોય જે દર્શકોને પસંદ આવે.

ડોન 3 પર કામ રોકાતાની સાથે ફરહાને પોતાના ખાસ પ્રોજેક્ટ જી લે જરા પર કામ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ શામેલ છે. આ ફિલ્મને લઈને પણ દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય બાદ ફરહાને ફરી એકવાર ત્રણેય લીડ એક્ટ્રેસ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. સોર્સના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ હંમેશા ફરહાન અખ્તર માટે ખાસ રહી છે અને તેમને લાગે છે આજ યોગ્ય સમય છે તેને આગળ વધારવાનો.

ઉલ્લેખનીય છે કે હાલ તો પ્રિયંકા, કેટરીના અને આલિયા ત્રણેય પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. જોકે તાજી અપડેટ એ છે કે જો બધું બરાબર રહ્યું તો પ્લાન અનુસાર ત્રણેયની ડેટ મેચ થઈ શકે છે. ફિલ્મ 2026ના મધ્યમાં શરૂ થઈ શકે છે. ક્રિએટીવ રીતે ફિલ્મની ટીમ પૂરી તૈયાર છે હવે મામલો બસ શેડ્યૂલને સેટ કરવાનો છે. આપને જણાવી દઈએ કે ફિલ્મ જી લે જરાની સ્ક્રિપ્ટ ઘણા સમય પહેલા જ લોક થઈ ગઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *