સ્વીકૃત, ભવિષ્ય-કેન્દ્રિત કૌશલ્યોની જરૂરિયાત હાલના જેટલી વ્યાપક પ્રમાણ છે તેટલી અગાઉ ક્યારેય નહોતી રહી જેની વચ્ચે ટેકનોલોજી દ્વારા ઉદ્યોગો અને નોકરીની ભૂમિકાઓને નવો આકાર અપાઈ રહ્યો છે, એવો ઉલ્લેખ કરતા, મહારાષ્ટ્ર સરકારના વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ નિયામક માધવી સરદેશમુખે નોંધ્યું હતું કે, “આજે ક્ષમતાઓ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આપણે મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર વર્કફોર્સના નિર્માણ માટે માત્ર ડિગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ક્ષમતાઓના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ. હું રિલાયન્સ ફાઉન્ડેશનને તેની અસરકારક કૌશલ્યવર્ધન પહેલ અને સર કરેલા સીમાચિહ્નો માટે અભિનંદન પાઠવું છું, અને ઉદ્યોગોને PM-SETU જેવી જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા સહકાર સાધીને અપગ્રેડેડ તેમજ ઉદ્યોગો માટે તૈયાર વર્કફોર્સને વિકસાવવામાં મદદરૂપ થવા વિનંતી કરું છું.”

” width=”1724″ top=”1147″ />
આ કોન્ક્લેવમાં પોતાના વિચારો વ્યક્ત કરતા, રિલાયન્સ ફાઉન્ડેશનના કૌશલ્યવર્ધન અને રોજગાર કાર્યક્રમના વડા નુપુર બહલે જણાવ્યું હતું કે, “ભારતની વસ્તીનો વિશાળ લાભ ત્યારે જ સતત રાષ્ટ્રીય વિકાસમાં પરિવર્તિત થઈ શકશે જ્યારે યુવાનો ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યોથી સુસજ્જ રહેશે. ઘણા દાયકાઓથી, રિલાયન્સે ભારતના યુવાબળની પરિવર્તનશીલ શક્તિમાં વિશ્વાસ રાખ્યો છે. આજે, આ વારસો ટેકનોલોજી-સક્ષમ કૌશલ્ય પહેલ દ્વારા આગળ ધપી રહ્યો છે જે તાલીમથી આગળ વધીને અર્થપૂર્ણ રોજગાર અને લાંબાગાળાના કારકિર્દી પથનું નિર્માણ કરે છે, જે યુવાનોના જીવનને ઉન્નતિ તરફ દોરી જાય છે.”
” width=”1512″ top=”1006″ />સહયોગી ભાગીદારીની અસરો પર પ્રકાશ પાડતા, NSDCના CEO અરુણકુમાર પિલ્લાઈએ જણાવ્યું હતું કે, “ફ્યુચર રેડી સ્કિલ ઇનિશિયેટિવના પ્રથમ તબક્કાનું સફળ સમાપન તેમજ હજારો ઉમેદવારો સુધી પહોંચવું, એ વાતનો એક મજબૂત પુરાવો છે કે સહિયારા પ્રયાસો મોટાપાયે શું અસર જન્માવી શકે છે. રિલાયન્સ ફાઉન્ડેશન સાથેની અમારી ભાગીદારીએ શીખનારા વર્ગને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યની પ્રાપ્તિ અને પોતાની રોજગારક્ષમતા સુધારવા સક્ષમ બનાવ્યા છે. આપણે બીજા તબક્કામાં આગળ વધી રહ્યા છીએ, તેમ તેમ આપણે ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યની પહોંચને વિસ્તૃત કરીને અને ઉભરતી તકો માટે ભારતના કાર્યબળને મજબૂત કરીને આ અસરને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
- યુવાનોને તૈયાર કરવા – ખાસકરીને સ્નાતકો કે જેઓ શિક્ષણ, રોજગાર અથવા તાલીમ (NEET)માં જોડાયેલા નથી – પ્રથમ વખત સત્તાવાર રોજગાર માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં કોમ્યુનિકેશન્સ, સમસ્યાનું નિરાકરણ, અગત્યની વિચારધારા, સ્વીકૃતિ અને સહયોગ જેવી કાર્યસ્થળને લગતી ક્ષમતાઓ હોય, અને સાથે-સાથે નોકરીઓના ભવિષ્યને આકાર આપતી ઉભરતી ટેકનોલોજીસનો પણ સંપર્ક હોય.
” width=”1701″ top=”1132″ />(ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)
