Final Up to date:
અજીત પવાર જે Learjet 45XR પ્લેનમાં સવાર હતા તે બારામતીમાં તૂટી પડ્યું હતું, આ ઘટનાનો પહેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં દૂરથી પ્લેન ક્રેશ થયા પછી મોટો ભડકો થાય છે તે દેખાય છે.
મહારાષ્ટ્રના બારામતીમાં મુંબઈથી આવેલું પ્લેન ક્રેશ થવાની જે ઘટના બની તેનો પહેલો વીડિયો સામે આવ્યો છે. અજીત પવાર અને બે કેપ્ટન સહિત કુલ 5 લોકો આ પ્લેનમાં સવાર હતા, આ પ્લેન ક્રેશ થવાના કારણો સહિતની બાબતોની તપાસ શરુ થઈ ગઈ છે પરંતુ આ પહેલા તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્થિતિ કેટલી ગંભીર બની હશે તેનો ચિતાર મળી રહ્યો છે. આ વિમાન આકાશમાંથી નીચે આવ્યો અને જેવું જમીન પર પડ્યું કે મોટો ભડકો થયો હતો, ફ્યુઅલ ટેંકના કારણે મોટો ભડકો થયો હતો અને તે પછી ધૂમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાયા હતા. અજીત પવારને લીને જતું આ પ્લેન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું પરંતુ તે બારામતી પહોંચે તે પહેલા જ તે ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનાના CCTV સામે આવ્યા છે જેમાં ઘટના એટલી સ્પષ્ટ નથી દેખાતી પરંતુ તે કંપારી છોડાવી દેનારી છે. અજીત પવારનું પ્લેન અચાનક નીચે આવ્યું અને જમીન સાથે પટકાતા તેમાં ભડકો થયો હતો.
VIDEO | CCTV footage reveals the crash of Maharashtra Deputy Chief Minister Ajit Pawar’s chartered plane at Baramati Airport.
(Supply: Third Occasion) pic.twitter.com/3yNoX6PGOI
— Press Belief of India (@PTI_News) January 28, 2026
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી જે માહિતી સામે આવી છે તે પ્રમાણે પ્લેન મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવાર સિવાય વિદીપ જાદવ (સુરક્ષાકર્મી) પિંકી માલી (PSO) અને બે (પુરુષ અને મહિલા) પાઈલટ કેપ્ટન સુમિત કપૂર અને કેપ્ટન શંભાવી પાઠકનો સમાવેશ થાય છે. આમ, આ પ્લેનમાં અજીત પવારના PSO પિંકી અને કેપ્ટન શંભાવી પાઠકનો એમ બે મહિલાઓ સવાર હતી જ્યારે ત્રણ પુરુષ હતા.
Ahmedabad,Gujarat

