કાર સાથે યુવક કૂવામાં ખાબક્યો

કાર સાથે યુવક કૂવામાં ખાબક્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



કડાણા તાલુકામાં જૂના ઝીંઝવા રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર રોડ પરથી પસાર થતી વખતે કૂવામાં ખાબકી હતી. આ ઘટનામાં કારમાં સવાર એક યુવકનું મોત નીપજ્યું છે. મહત્વનું છે કે કાર ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક નિયંત્રણ ગુમાવી બેસતા કાર સીધી જ એક અવાવરું કૂવામાં ખાબકી હતી. આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક લોકો તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર અને યુવકને બહાર કાઢવામાં આવ્યા હતા. યુવકનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યું છે. હવે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આદરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *