Final Up to date:
કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદે કહ્યું કે અમારે કેનેડિયન અર્થવ્યવસ્થાને સુરક્ષિત અને મજબૂત બનાવવાની છે અને તેના માટે વેપારને અલગ અલગ દેશોમાં ફેલાવવો જરુરી છે.
Canada-India Relation: અમેરિકા સાથે વધતા વેપાર તણાવની વચ્ચે કેનેડાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે પોતાના સંબંધોને વિવિધ બનાવવાની રણનીતિથી પાછળ નહીં હટે. કેનેડાના વિદેશ મંત્રી ભારતના પ્રવાસે છે અને તેમણે કહ્યું કે દેશ હવે ખાલી અમેરિકા પર નિર્ભર રહી શકશે નહીં અને અન્ય દેશો સાથે વેપાર વધારવી તેમની મજબૂરી છે. પહેલા તેમણે ચીન સાથે વેપાર ડીલ કરી અને હવે તે ભારતીય બજારમાં રસ લઈ રહ્યા છે.
કેનેડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીને ચેતવણી આપી હતી કે જો કેનેડા ચીનના સામાન માટે અમેરિકામાં ડ્રોપ ઓફ પોર્ટ બન્યું તો તમામ કેનેડિયન પ્રોડક્ટ પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી માર્ક કાર્ની પણ ટૂંક સમયમાં ભારત આવવાનો પ્લાન બનાવી રહ્યા છે, જ્યારે માર્ચમાં તેઓ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે.
કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદે કહ્યું કે અમારે કેનેડિયન અર્થવ્યવસ્થાને સુરક્ષિત અને મજબૂત બનાવવાની છે અને તેના માટે વેપારને અલગ અલગ દેશોમાં ફેલાવવો જરુરી છે. આ જ કારણ છે કે અમે ચીન ગયા, હવે ભારત જઈશું અને કોઈ એક દેશ પર સંપૂર્ણપણે નિર્ભર નહીં રહીએ. આ રણનીતિ અંતર્ગત કેનેડાના ઊર્જા મંત્રી ટિમ હોઝસન ભારતના ગોવાની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ એક ઊર્જા સંમેલનમાં ભાગ લેશે અને ભારતીય ઉદ્યોગજગત સાથે સાથે પ્રધાનમંત્રી મોદીની સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ દરમ્યાન બંને દેશો વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ, યુરેનિયમ અને લિક્વિફાઈડ નેચરલ ગેસને લઈને સહયોગ અને સંભવિત ડીલ પર ચર્ચા થવાની આશા છે. કેનેડા પાસે આ સંસાધનનો મોટો ભંડાર રહેલો છે.
હાલમાં જ ચીન અને કેનેડાની વચ્ચે એક ડીલ થઈ છે, જે અંતર્ગત કેનેડા ચીની ઇલેક્ટ્રિક વાહનો પર ટેરિફ ઓછો કરશે અને બદલામાં ચીનની ખાદ્ય પ્રોડક્ટ, જેમ કે કેનોલા અને બીફ, પર વેપારિક છૂટ મળશે. તેના પર સ્પષ્ટતા આપતા અનીતા આનંદે કહ્યું કે કેનેડા ચીન સાથે કોઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નથી કરી રહ્યું, પણ તે આગામી 10 વર્ષોમાં અમેરિકાની બહાર પોતાની નિકાસ ડબલ કરવાના પ્લાન પર કામ કરી રહ્યા છે.
અનીતા આનંદે એવું પણ કહ્યું કે અમેરિકા અને કેનેડાના સંબંધો હજુ પણ મજબૂત છે અને આગળ પણ બની રહેશે તેવી આશા છે. બંને દેશો વચ્ચે વેપાર દુનિયાના સૌથી મોટા દ્વિપક્ષીય વેપાર સંબંધોમાંથી એક છે. ભલે ટેરિફને લઈને તણાવ ચાલી રહ્યો હોય. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે પણ કહ્યું કે અમેરિકા અને કેનેડાની અર્થવ્યવસ્થા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે અને કેટલીય પ્રોડક્ટ નિર્માણ દરમ્યાન છ વાર સરહદ પાર કરે છે. જો કે તેમણે એવી પણ ચેતવણી આપી છે કે અમેરિકા નથી ઈચ્છતું કે ચીન પોતાનો સસ્તો સામાન કેનેડા દ્વારા અમેરિકાની બજારમાં ઉતારે.

