સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો શા માટે, શું આવનારા સમયમાં સિમકાર્ડ ઇતિહાસ બનશે?

સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો શા માટે, શું આવનારા સમયમાં સિમકાર્ડ ઇતિહાસ બનશે?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ફોનમાં આપણે જે સિમ કાર્ડ વાપરીએ છીએ તે સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો હોય છે. જોકે આ ખૂણો કપાયેલો કેમ હોય છે તેના વિશે જાણો સંપૂર્ણ માહિતી.

સીમ કાર્ડનો ખૂણો કપાયેલો કેમ હોય છે?
સીમ કાર્ડનો ખૂણો કપાયેલો કેમ હોય છે?

તમને એ વસ્તુ જોઈ હશે કે આપણા સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો હોય છે. આ ખાલી અલગ દેખાવા માટે નથી બનાવવામાં આવ્યું પરંતુ એના પાછળનું એક કારણ છે. જે તમારા ફોન અને સિમ કાર્ડ બંન્નેને નુકસાનથી બચાવીને રાખે છે. વિશ્વના કોઈપણ દેશનું સિમકાર્ડ ઉઠાવીને તમે જોઈ લો તમને તેમાં કટ હંમેશા જોવા મળશે. આ નાનકડો કટ મોબાઈલની સેફ્ટી અને કામકાજની ભૂમિકામાં મોટી સફળતા નિભાવે છે.

સિમકાર્ડની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી. તે સમયે તે એટીએમ કાર્ડ જેટલું મોટું હતું. જોકે જેમ જેમ ફોન નાના થયા તેમ તેમ સિમ કાર્ડ પણ નાનું થયું. બાદમાં મિની માઈક્રો અને હાલ નેનો સિમકાર્ડ ચાલી રહ્યું છે. યુરોપીય ટેલીકોમ સ્ટેન્ડર્ડ બોડી ETSIએ સિમ કાર્ડના ડિઝાઈનને ગ્લોબલ લેવલ પર એક જેવા રાખવાનો નિર્ણય લીધો હતો. આકાર ભલે બદલાતો રહ્યો પણ સિમકાર્ડનો એક ખૂણો હંમેશા કપાયેલો રહ્યો હતો. તેનું કારણ હતું સિમકાર્ડને દરેક ડિવાઈસમાં સુરક્ષિત અને યોગ્ય રીતે વાપરવું.

સિમકાર્ડની ડિઝાઈન માત્ર યુઝર્સ માટે નહીં પણ મોબાઈલ બનાવતી કંપની માટે પણ ઉપયોગી છે. કંપનીઓ આજ કપાયેલા ખૂણા અને સિમ ટ્રે પ્રમાણે સ્લોટ ડિઝાઈન કરે છે. જેથી ફોન અસેંબલ કરતા સમયે ભૂલની શક્યતા ઓછી થઈ જાય છે. આજ કારણ છે કે વિશ્વમાં ક્યાંય પણ બનેલો ફોન કોઈ પણ દેશના સિમ કાર્ડ સાથે સરળતાથી કામ કરી શકે છે.

જોકે હવે સ્માર્ટફોનમાં e-SIM ટેક્નોલોજી ઝડપથી વધી રહી છે. એપલ સહિત ઘણી કંપનીઓ આવા ફોન લાવી ચૂકી છે. જેમાં ફિઝિકલ સિમ સ્લોટની સાથે ઈ સિમ પૂરી રીતે ડિજિટલ હોય છે અને ઓપરેટર તરફથી તેને ઓનલાઈન એક્ટિવેટ કરવામાં આવે છે. આવનારા સમયમાં જ્યારે આ સિમનો ઉપયોગ વધશે ત્યારે બની શકે કે કપાયેલા સિમ કાર્ડ ઇતિહાસ બની જશે. જોકે હાલ તે ડિઝાઈન મોબાઈલ સેફ્ટીના દ્રષ્ટિકોણથી એક મહત્વનો ભાગ બનેલો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *