મહારાષ્ટ્રમાં નવો ખેલ: મીરા-ભાયંદરમાં એકનાથ શિંદેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, ભાજપને ઘેરવા માટે પ્લાન બનાવ્યો

મહારાષ્ટ્રમાં નવો ખેલ: મીરા-ભાયંદરમાં એકનાથ શિંદેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, ભાજપને ઘેરવા માટે પ્લાન બનાવ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું છે કે આ ગઠબંધન સ્થાનિક ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગને રોકવા માટે કર્યું છે.

News18
News18

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં દોસ્તી અને કુશ્તીનો એક અનોખો સંગમ મીરા-ભાયંદરથી શરૂ થઈ ગયો છે. વર્ષ 2026ની નગર નિગમની ચૂંટણીમાં ભાજપે 95માંથી 78 સીટો જીતી પ્રચંડ બહુમત પ્રાપ્ત કર્યો છે. તેમ છતાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે, કેમ કે એક નવું વિપક્ષી ગઠબંધન શહેર વિકાસ અઘાડી સામે આવ્યું છે. તેમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે. આ પગલું ન ફક્ત ચોંકાવનારું છે, પણ મુંબઈ મહાનગરીય વિસ્તારમાં ભાજપ અને શિવસેના વચ્ચે વધતા તણાવને પણ જગજાહેર કરે છે.

ભ્રષ્ટાચારના આરોપ લગાવી ભાજપથી દૂર રહ્યા

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સ્પષ્ટ કર્યું છે કે આ ગઠબંધન સ્થાનિક ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગને રોકવા માટે કર્યું છે. તેમણે કહ્યું કે, 16 કોર્પોરેટરોએ પક્ષપાત રાજનીતિથી ઉપર ઉઠીને શહેરના હિતમાં આ નિર્ણય લીધો છે. સરનાઈકનો ડાયરેક્ટ પ્રહાર એક સ્થાનિક ભાજપના નેતા પર છે. આ મોર્ચા પર કોંગ્રેસના 13, શિવસેનાના 3 અને એક અપક્ષ કોર્પોરેટર સામેલ છે. કુલ 17 કોર્પોરેટરની તાકાત સાથે હવે આ જૂથ નગર નિગમમાં વિપક્ષના પદ માટે દાવો ઠોકશે, તેનાથી ભાજપના એકતરફી રાજ પર લગામ લગાવવાની તૈયારી કરી છે.

ભાજપે કર્યો વિરોધ

ભાજપે આ પગલાની કડક ટીકા કરી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે આ ગઠબંધન વિપક્ષના બેવડા માપદંડનો ખુલાસો કરે છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ચૂંટણીના સમયે જ કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ગુપ્ત કરાર થયા હતા, જે હવે સત્તાવાર રીતે સામે આવ્યું છે. આ રાજકીય હલચલે રાજ્ય સ્તર પર પાવર શેરીંગ એગ્રીમેન્ટ અને સ્થાનિક નિગમની જમીની રાજનીતિની વચ્ચે મોટા અંતરને સ્પષ્ટ કરી દીધું છે.

શું અસર થશે?

  • MMR રીઝનમાં વધતું અંતર- કલ્યાણ-ડોંબિવલી, થાણે અને નવી મુંબઈ બાદ હવે મીરા ભાયંદરમાં પણ ભાજપ અને શિંદે સેના વચ્ચે તિરાડ સ્પષ્ટ દેખાઈ રહી છે.
  • વિપક્ષના નેતાનું પદ- ગઠબંધન પાસે હવે 17 કોર્પોરેટર છે, જે તેને સત્તાવાર રીતે સૌથી મોટા વિપક્ષી જૂથ બનાવે છે. તેનાથી તેમને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ જગ્યા મળશે.
  • ભવિષ્યની રણનીતિ- શિવસેનાનું કોંગ્રેસ સાથે જવાનો સંકેત આપે છે કે સ્થાનિક નિગમોમાં પણ ભાજપના વર્ચસ્વને પડકાર આપવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
  • ભાજપનો પડકાર- 78 સીટો જીતવા છતાં ભાજપને હવે સદનની અંદર એક સંગઠિત વિપક્ષનો સામનો કરવો પડશે, જે ભ્રષ્ટાચારના મુદ્દા પર તેમનો ઘેરાવ કરશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *