ભરૂચ: પંખા પર લટકી મહિલા પોલીસકર્મીએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પાછળનું કારણ અકબંધ

ભરૂચ: પંખા પર લટકી મહિલા પોલીસકર્મીએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પાછળનું કારણ અકબંધ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ભરૂચમાં એક મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું છે. જોકે તેણે આપઘાત શા માટે કર્યો તેના પાછળનું કારણ હજુ અકબંધ છે. જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

ગળેફાંસો ખાઈ મહિલા પોલીસકર્મીનો આપઘાત
ગળેફાંસો ખાઈ મહિલા પોલીસકર્મીનો આપઘાત

ભરૂચ: રાજ્યમાં વધી રહેલા આપઘાતના બનાવો હવે આપણા માટે એક ગંભીર પ્રશ્ન બન્યો છે. ત્યારે વધુમાં ફરી ભરૂચમાં એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે સાંભળીને તમે પણ એક સેકન્ડ માટે ચોંકી જશો. સાંભળીને તમને નવાઈ લાગશે કે અહીંયા એક મહિલા પોલીસકર્મીએ જિંદગીથી કંટાળીને મોતને વ્હાલું કર્યું છે. આ બનાવને લઈને ગુજરાતના પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ઉઠ્યો છે.

મૃતક મહિલા પોલીસકર્મીનું નામ પ્રીતિ પરમાર હોવાનું સામે આવ્યું છે. તેઓ મૂળ ભાવનગરના રહેવાસી હતા. સમગ્ર મામલે પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. મહિલા પોલીસકર્મીએ પોતાના જ રૂમમાં પંખા સાથે લટકીને મોતને વ્હાલું કરી લીધું. જોકે તેમણે આ પગલું શા માટે ભર્યું તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 27 વર્ષીય મહિલા પોલીસકર્મીએ શા માટે આપઘાત કર્યો તે સૌના માટે એક ગંભીર સવાલ બની ગયો છે. મહિલાના મોતને લઈને હાલ તેના પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. આ ઘટનાને લઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે અને લોકોના મનમાં ઘણા સવાલો થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગળેફાંસો ખાઈને મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. જોકે તેણે આપઘાત કેમ કર્યો તેના પાછળનું કારણ હજુ અકબંધ છે. પોતાના રૂમમાં પંખા સાથે લટકીને મહિલા પોલીસકર્મી પ્રીતિ પરમારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *