તારક મહેતાના જેઠાલાલ વિશે જાણવા જેવી વાત, ખાલી એક એપિસોડથી લાખોની કમાણી, 17 વર્ષથી ટીવીની દુનિયામાં દબદબો

તારક મહેતાના જેઠાલાલ વિશે જાણવા જેવી વાત, ખાલી એક એપિસોડથી લાખોની કમાણી, 17 વર્ષથી ટીવીની દુનિયામાં દબદબો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને 17 વર્ષ પૂરા થઈ ગયા છે. આ શોમાં જેઠાલાલનું પાત્ર સૌનું ફેવરિટ છે. જોકે જેઠાલાલ એક એપિસોડની જે ફી વસૂલ કરે છે તે જાણીને ચોંકી જશો.

જેઠાલાલ વિશે જાણવા જેવી વાત
જેઠાલાલ વિશે જાણવા જેવી વાત

જેઠાલાલ નામથી પ્રખ્યાત થયેલા દિલીપ જોશીને આજે મોટા ભાગના બધા લોકો ઓળખે છે. દિલીપ જોશીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલનો રોલ કરીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. છેલ્લા 17 વર્ષથી આ શો લોકોના દિલો પર રાજ કરે છે. તેમની એક્ટિંગ આજે લોકોને એટલી ગમે છે કે તેઓ દિલીપ જોશીના બદલે જેઠાલાલના નામથી જ ઓળખાય છે. આ રોલ માટે ખરેખરમાં દિલીપ જોશીએ ઘણી મહેનત પણ કરી છે.

જુલાઈ 2026માં આ શોના 18 વર્ષ પૂરા થશે. જોકે 18 વર્ષ બાદ પણ આ શો ટીવીના ટોપના શોમાં ગણાય છે. આ શોના દરેક પાત્ર ઘણા પ્રખ્યાત છે. જોકે લોકોએ જેઠાલાલના પાત્રને એક ખાસ સ્થાન આપ્યું છે અને દિલીપ જોશીનો આ રોલ લોકોને ઘણો પસંદ છે.

આપને જણાવી દઈએ કે દિલીપ જોશી આ શોના હાઈએસ્ટ પેડ એક્ટર છે. ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક શો માટે મોટી રકમ વસૂલે છે. રિપોર્ટ પ્રમાણે તેઓ એક એપિસોડની ફી 2 લાખ જેટલી વસૂલે છે. પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ કહ્યું હતું કે તેમનું ફ્યુચર સિક્યોર છે. તારક મહેતા શો પહેલા અંદાજે દોઢ વર્ષ સુધી તેમની પાસે કામ ન હતું.

દિલીપ જોશી સિવાય દિશા વાકાણી પણ આ શોની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ હતી. જે મોટી રકમ વસૂલતી હતી. જોકે 9 વર્ષ પહેલા તેણે પ્રેગ્નેન્સી સમયે મેટરનિટી લીવ લીધી હતી બાદમાં તે આ શોમાં પરત નથી આવી. મેકર્સ અને ફેન્સ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હાલ દિલીપ જોશી બાદ આત્મારામ ભિડેનો રોલ પ્લે કરનાર એક્ટર મંદાર ચંદવાદકર શોના સેકન્ડ હાઈએસ્ટ પેઈડ એક્ટર છે. જે એક એપિસોડના 80 હજાર રૂપિયા વસૂલે છે.

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જુલાઈ 2008માં શરૂ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ટીવી પર આ શોનો દબદબો જોવા મળી રહ્યો છે. આ શોમાં હાલ જેઠાલાલ સિવાય અમિત ભટ્ટ, મુનમુન દત્તા, શ્યામ પાઠક અને સચિન શ્રોફ જેવા પાત્રો પણ મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *