દેશમાં સનાતન પ્રીમિયર લીગની જાહેરાત થઈ: વિજેતાને 31 લાખ મળશે, ટી10 ફોર્મેટમાં 15 મેચો રમાશે

દેશમાં સનાતન પ્રીમિયર લીગની જાહેરાત થઈ: વિજેતાને 31 લાખ મળશે, ટી10 ફોર્મેટમાં 15 મેચો રમાશે

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

સનાતન પ્રીમિયર લીગના વિજેતાને 31 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. જ્યારે મેન ઓફ ધ સિરીઝને એક લક્ઝરી કારથી સન્માનિત કરવામાં આવશે.

News18
News18

નવી દિલ્હી: ગામડાઓના પ્રતિભાશાળી બાળકોને મંચ આપવા અને ખાસ કરીને સનાતન ધર્મ સાથે જોડાયેલા યુવાનોને આગળ વધારવાના ઉદ્દેશ્યથી દેશમાં સનાતન પ્રીમિયર લીગ (SPL)નું આયોજન થઈ રહ્યું છે. આ ક્રિકેટ લીગમાં ખાલી સનાતન ધર્મ સાથે જોડાયેલા ખેલાડીઓ જ ભાગ લઈ શકશે. ટૂર્નામેન્ટનું આયોજન સનાતન ક્રિકેટ ક્લબ તરફથી કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ 13 માર્ચથી 15 માર્ચ સુધી ઇન્દોરમાં રમાશે.

ધર્મગુરુઓના સાનિધ્યમાં ટૂર્નામેન્ટ

સનાતન પ્રીમિયર લીગના વિજેતાને 31 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. જ્યારે મેન ઓફ ધ સિરીઝને એક લક્ઝરી કારથી સન્માનિત કરવામાં આવશે. તો વળી ઉપવિજેતા ટીમને 15 લાખ રૂપિયાની પુરસ્કાર રાશિ મળશે. તેની જાણકારી શુક્રવારે કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન દેવકીનંદન ઠાકુરજી મહારાજે આપી હતી. આ અવસર પર તેમણે સનાતન પ્રીમિયર લીગનો લોગો અને તારીખની ઔપચારિક ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું કે આ ટૂર્નામેન્ટ ધર્મગુરુઓના સાનિધ્યમાં આયોજિત કરવામાં આવશે.

ટી10 ફોર્મેટમાં રમાશે આ ટૂર્નામેન્ટ

ભારત સનાતન પ્રીમિયર લીગ ટી10 ફોર્મેટમાં રમાશે. જેમાં કુલ 15 મેચ થશે. તેમાં ગ્રુપ સ્ટેજ, સેમિફાઇનલ અને ફાઇનલ સામેલ છે. તમામ મેચ ડે-નાઇટ હશે. એટલા માટે 2 ફેબ્રુઆરીથી દેશના વિવિધ રાજ્યોમાં ટ્રાયલ્સ શરૂ કરવામાં આવશે.

8 ટીમો ભાગ લેશે

આ લીગમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 8 ટીમો ભાગ લેશે. તમામ ટીમોના નામ ભારતના મહાન વીરો અને મહાપુરુષોના નામ પર રાખવામાં આવ્યા છે. જેથી ખેલાડીઓ તેમના સાહસ, ત્યાગ અને રાષ્ટ્રભક્તિથી પ્રેરણા લઈ શકે.

ટીમોના નામ નક્કી કર્યા

ટીમોના નામની વાત કરીએ તો મહારાષ્ટ્રની ટીમનું નામ છત્રપતિ શિવાજી વોરિયર્સ, પશ્ચિમ બંગાળ-સુભાષ ચંદ્ર બોસ ફ્રીડમ XI, પંજાબ સરદાર ભગત સિંહ બ્રિગેડ, ઉત્તર પ્રદેશ-રાણી લક્ષ્મીબાઈ સ્ટ્રાઇકર્સ, મધ્ય પ્રદેશ-અહિલ્યા માતા ગાર્જિયન્સ, દિલ્હી-સમ્રાટ અશોક લાયન્સ, ઉત્તરાખંડ-ચંદ્રશેખર આઝાદ સેના, રાજસ્થાન-મહારાણા પ્રતાપ રણબાંકુરે હશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *