ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં 18 લાખ રૂપિયાની ચોરીની ઘટના બની છે. ઉદ્યોગપતિ પોતાના પરિવારને લઈને ઉદયપુર ફરવા ગયા હતા ત્યારે રાતના અંધારાનો લાભ લઈને તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ચોરીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે ઈસ્ત્રી ટાઈટ ફોર્મલ કપડાં પહેરીને તસ્કરો ચોરી કરવા આવ્યા હતા. ચોરી કરવા આવેલા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના, રોકડા અને ઘડિયાળ મળીને 18 લાખની મત્તાની ચોરી કરી હતી.
Source link
