O Romeo Teaser Out: અધૂરો પ્રેમ અને અપરાધની દુનિયા, ઓ રોમિયો માં શાહિદ કપૂર તૃપ્તિ ડિમરીના ગળા ડુબ પ્રેમમાં પાગલ

O Romeo Teaser Out: અધૂરો પ્રેમ અને અપરાધની દુનિયા, ઓ રોમિયો માં શાહિદ કપૂર તૃપ્તિ ડિમરીના ગળા ડુબ પ્રેમમાં પાગલ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Shahid Kapoor Film O Romeo Teaser Out: શાહિદ કપૂરની અપકમિંગ મૂવી ઓ રોમિયો નું ટ્રેલર રિલીઝ થવાની સાથે જે ફેન્સમાં મૂવી જોવાની આતુરતા વધી ગઇ છે. ઓ રોમિયો મૂવીમાં ફરીવાર શાહિદ કપૂર લવર, ફાઇટિંગ અને એક્શિન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ શાહિદ કપૂર અને દિગ્દર્શક વિશાલ ભારદ્વાજને ફરી એકવાર સાથે લાવે છે. વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત, આ ફિલ્મ પ્રેમ, બદલો અને અધૂરા પ્રેમની ઊંડી કહાણી રજૂ કરે છે.

ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં તેનું ટીઝર રિલીઝ કર્યું છે, જે દર્શકોને રોમિયોની ભાવનાત્મક અને રહસ્યમય દુનિયાની ઝલક આપે છે. ટીઝર દરેક પાત્ર માટે એક અલગ ઓળખ બતાવે છે, જે વાર્તાની ગંભીરતા અને જિજ્ઞાસા બંનેમાં વધારો કરે છે.

ઓ રોમિયો ફિલ્મના સ્ટાર કાસ્ટ

ફિલ્મ ટીઝરમાં નાના પાટેકર, અવિનાશ તિવારી, દિશા પટની, ફરીદા જલાલ, અરુણા ઈરાની, વિક્રાંત મેસી, તમન્ના ભાટિયા, શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી છે. બધા કલાકારો પોતપોતાના પાત્રોમાં પ્રભાવશાળી લાગે છે અને વાર્તામાં એક અલગ ઊંડાઈ ઉમેરે છે. 

આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ દિમરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની વાર્તા અવિરત પ્રેમ પર આધારિત છે, જેમાં જુસ્સો, પીડા અને તૂટેલા હૃદયની વેદના સ્પષ્ટપણે દેખાય છે. ટીઝર વાર્તાની તીવ્રતા અને પાત્રોની જટિલ લાગણીઓની ઝલક આપે છે.

ઓ રોમિયો ફિલ્મની કહાણી

‘ઓ’ રોમિયોની વાર્તા અધૂરા પ્રેમ (એકતરફી પ્રેમ)ની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને તૃપ્તિ દિમરી મુખ્ય ભૂમિકામાં છે. વાર્તામાં પ્રેમ, પીડા, જુસ્સો અને તૂટેલા સંબંધોના નિશાન બતાવવામાં આવશે, જે સમય સાથે ઝાંખા પડતા નથી. અધૂરો પ્રેમ વ્યક્તિનું જીવન કેટલો બદલી નાખે છે, તે આ ફિલ્મનું કેન્દ્ર છે.

આ પણ વાંચો | ‘ટોક્સિક’ ફિલ્મમાં આ વિદેશી બાલાની 30 સેકન્ડની ક્લિપે મચાવી ધમાલ, જાણો ફિલ્મ વિશે શું કહ્યું

ઓ રોમિયો રિલીઝ તારીખ 

આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે અને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. તેની ગણતરી વર્ષ 2026ની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાં કરવામાં આવી રહી છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ વેલેન્ટાઇન વીક દરમિયાન થિયેટરોમાં રિલીઝ થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *