Hrithik Roshan Birthday: ઋતિક રોશન ડેબ્યૂ ફિલ્મથી સુપરસ્ટાર, પછી મચાવી ધૂમ, હવે 12 નાની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ

Hrithik Roshan Birthday: ઋતિક રોશન ડેબ્યૂ ફિલ્મથી સુપરસ્ટાર, પછી મચાવી ધૂમ, હવે 12 નાની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Hrithik Roshan Birthday Particular: ઋતિક રોશન બોલીવુડના ગ્રીક ગોડ કહેવાય છે. માંજરી આંખ, આકર્ષક ચહેરો, મજેદાર ડાન્સ અને સૌથી ખાસ ફિટનેસને લઇ હંમેશા ચર્ચામાં ઋતિક રોશન આજે પોતાનો 52મો બર્થડે ઉજવી રહ્યો છે. નેપો કિડ્સ ઋતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી, 1974ના રોજ મુંબઇમાં થયો હતો. ફિલ્મ પરિવારમાંથી આવાથી ઋતિક રોશન ડેબ્યૂ ફિલ્મથી સ્ટાર બની ગયા હતા. અહીં ઋતિક રોશન

ઋતિક રોશન ડેબ્યૂ ફિલ્મથી બની ગયો સ્ટાર

બોલીવુડના સ્ટાર ડિરેક્ટર રાકેશ રોશનના પુત્ર ઋતિક રોશને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત 2000માં આવેલી કહો ના પ્યાર ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસર પર સુપરહિટ થઇ અને ડેબ્યૂ ફિલ્મથી જ ઋતિક રોશન સુપરસ્ટાર બની ગયો હતો. આ ફિલ્મ ઋતિક રોશનની સાથે સાથે અમિષા પટેલની પણ પ્રથમ ફિલ્મ હતી. ત્યારબાદ ફિઝા, કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મોથી વધુ લોકપ્રિયતા મેળવી હતી. 

ઋતિક રોશન સુપરહિટ ફિલ્મ

વર્ષ 2003માં આવેલી કોઇ મિલ ગયા મૂવીથી ઋતિક રોશનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અલગ ઓળખ મળી હતી. સાયન્સ ફિક્શન આધારિત આ ફિલ્મમાં એલિયનની કહાણી દર્શકોને પસંદ આવી હતી અને મૂવી બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મ માટે ઋતિક રોશનને બે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા. વર્ષ 2006માં આવેલી ધૂમ 2 ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. ફિલ્મમાં ઋતિક રોશનના ડાન્સ અને લુક્સે ચાહકોને દિવાના કર્યા હતા. ઋતિક રોશનના લુક્સ પાછળ આજે પણ હજારો યુવતીઓ પાગલ છે.

ઋતિક રોશન લગ્નના 13 વર્ષ બાદ સુજૈન ખાન સાથે ડિવોર્સ

ઋતિક રોશન ફિલ્મ અને ફિટનેસની સાથે સાથે પર્સનલ લાઇફ વિશે પણ ચર્ચામાં રહે છે. વર્ષ 2000માં ઋતિક રોશને ફિલ્મ ડિરેક્ટર સંજય ખાનની પુત્રી સુજૈન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે પુત્ર પણ છે. ઋતિક રોશન અને સુજૈન ખાન બોલિવુડના સૌથી સુંદર કપલ્સ માનવામાં આવતા હતો. જો કે વર્ષ 2013માં બંને અલગ થઇ હતા. 

આ પણ વાંચો | ઋતિક રોશનની 52 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન જેવી મસલ્સ બોડી, જાણો ફિટનેશનું રહસ્ય શું છે?

હવે 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ

ઋતિક રોશન હાલ પોતાની 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે રિલેશનશીપમાં છે. સબા આઝાદ ઋતિક રોશન સાથે ઘણી વખત જોવા મળી છે. તે બંને એ પોતાના સંબંધોને સત્તાવાર પૃષ્ટિ આપી છે. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *