ઓવૈસીનો PM મોદીને પડકાર; જો ટ્રમ્પ માદુરોને બંધક બનાવી શકે છે તો તમે મસૂદ અઝહરને કેમ ન લાવી શકો?

ઓવૈસીનો PM મોદીને પડકાર; જો ટ્રમ્પ માદુરોને બંધક બનાવી શકે છે તો તમે મસૂદ અઝહરને કેમ ન લાવી શકો?

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Owaisi challenges To Narendra PM Modi : અમેરિકા એ વેનેઝુએલા પર હુમલો કર્યા બાદ ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદૂરો અને તેમની પત્નીને બંધક બનાવી ન્યુયોર્ક લાવવામાં આવ્યા છે. આ મામલે ભારતમાં પણ રાજકારણ શરૂ થયું છે. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું કે જો યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી શકે છે, તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડને પાકિસ્તાનથી ભારત કેમ ન લાવી શકે.

મુંબઈમાં એક જનસભાને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યું કે, આજે અમે જોયું કે ટ્રમ્પે વેનેઝુએલામાં પોતાની સેના મોકલી અને ત્યાં રાષ્ટ્રપતિને ઉઠાવીને અમેરિકા લઈ ગયા. પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, જ્યારે ટ્રમ્પ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને લેવા માટે પોતાની સેના મોકલી શકે છે અને સાઉદી અરેબિયા યમનના બંદરો પર બોમ્બ ફેંકી શકે છે, તો મોદીજી, અમે તમને કહી રહ્યા છીએ કે પાકિસ્તાનમાં સેના મોકલીને, મુંબઈની સડકો પર 9/11 આચરનારા જુલમખોરો. મસૂદ અઝહર હોય કે લશ્કર એ તૈયબાનો ક્રૂર શેતાન, મોદીજી છાતી 56 ઇંચની છે તો તેમને ભારત પાછા લાવો.”

શું તમે કોઈથી નબળાં છો પીએમ મોદી : ઐવેસી

અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, જો ટ્રમ્પ આ કરી શકે છે તો શું તમે કોઈથી ઓછા છો? જો ટ્રમ્પ તે કરી શકે છે, તો તમારે કરવું પડશે. કારણ કે મોદીએ કહ્યું હતું કે આ વખતે ટ્રમ્પ સરકાર છે. ”

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો

શનિવારે રાત્રે અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકસ સહિત ચાર શહેરોને નિશાન બનાવ્યા હતા. કારાકસ ઉપરાંત મિરાન્ડા, અરાગુઆ અને લા ગુએરા પર પણ હુમલા થયા હતા. અમેરિકાએ આ વિસ્તારોમાં સૈન્ય મથકો પર સાત હવાઈ હુમલા કર્યા હતા. પહેલો હુમલો સ્થાનિક સમય મુજબ રાતે 2વાગ્યે થયો હતો.

અમેરિકાના મીડિયા આઉટલેટ સીબીએસ ન્યૂઝના જણાવ્યા અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની અંદર સૈન્ય બેઝ અને ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર હુમલાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો | વેનેઝુએલા પછી અમેરિકા કયા દેશ પર કબજો કરશે? ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગીએ આપ્યો સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા હવે વેનેઝુએલા પર કબજો ધરાવે છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ત્યાંની સ્થિતિ સ્થિર નહીં થાય ત્યાં સુધી વેનેઝુએલાનું સંચાલન અમેરિકા કરશે. ટ્રમ્પે અમેરિકન સૈનિકોના વખાણ કરતાં કહ્યું કે દુનિયાનો કોઈ દેશ આવી બહાદુરી બતાવી શકે નહીં. તેમણે વધુમાં કહ્યું કે વેનેઝુએલાની સેના અમેરિકાના સૈનિકો સામે લાંબા સમય સુધી ટકી શકશે નહીં.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *