અહીં એક શાકભાજી વિક્રેતા પર ગ્રાહકે બોલાચાલી બાદ અચાનક જ હુમલો કરી દીધો અને થોડી જ સેકંડોમાં અનેક લાફા ઝીંકી દીધા. ખંભાળિયા માર્કેટયાર્ડમાં એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો હતો. ખરીદી સમયે શાકભાજી વિક્રેતા સાથે બોલાચાલી થઈ. શરૂઆતમાં મામલો બોલાચાલી સુધી સીમિત હતો. જો કે, અચાનક ગ્રાહક ઉગ્ર બન્યો અને વેપારી પર લાફાનો વરસાદ કરી દીધો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, બંને વચ્ચે કોઈ વાત માટે રકઝક થઈ રહી છે. એક વ્યક્તિ બંનેને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ મામલો હાથમાંથી જતો રહે છે. ત્યારબાદ ગ્રાહક 8 સેકન્ડમાં શાકભાજી વિક્રેતાને 8 લાફા ઝીંકી દે છે. જો કે, આસપાસના અન્ય લોકો પણ આવી જાય છે અને બંનેને છુટ્ટા પાડે છે. સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ નથી.
Source link
