દેશમાં ફોરેસ્ટ કવર અને ટ્રી કવર એટલે કે ગ્રીન કવર કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા હોવું જોઇએ. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, દહેરાદૂન દ્વારા કરીને દર બે વર્ષે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. જે પ્રમાણે દેશમાં કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરીયા 7,75,377 વર્ગ કિ.મી.છે. જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના 23.59 ટકા છે. જ્યારે ફોરેસ્ટ કવર 7,15,342.61 વર્ગ કિ.મી. એટલે કે 21.76 ટકા અને ટ્રી કવર 1,12,014.34 વર્ગ કિ.મી.એટલે 3.41 ટકા છે. આમ દેશનું કુલ ગ્રીન કવર 8, 27, 356.95 વર્ગ કિ.મી.એટલે કે 25.17 ટકા છે. ( તમામ તસવીરો સૌજન્યઃ ગુજરાત માહિતી વિભાગ )
