Final Up to date:
ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત થયા બાદ દ્વારકા મંદિરને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યુદ્ધ વિરામની જાહેરાત બાદ દ્વારકા મંદિરને રાબેતા મુજબ શરૂ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દ્વારકા: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં દ્વારકા મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જોકે હવે બંને દેશો વચ્ચે સીઝફાયર જાહેર થયું છે. ત્યારે દ્વારકા મંદિરને ભક્તો માટે રાબેતા મુજબ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ નિર્ણયને લઈને ભક્તોમાં હાલ આનંદનમો માહોલ જોવા મળી રહ્યો છે. યુદ્ધ વિરામના પગલે દ્વારકાધીશ મંદિર ફરી ભક્તો માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા બ્લેક આઉટનો આદેશ પણ રદ કરી દેવામાં આવ્યો છે. સીઝફાયર બાદ ગુજરાતના સરહદી વિસ્તારોમાં લોકોને હાલ હાંશકારો થયો છે. દ્વારકા મંદિરને રાબેતા મુજબ શરૂ કરવા માટે તેમજ બ્લેકઆઉટનો આદેશ રદ કરવા માટે દ્વારકા એસડીએમ દ્વારા માહિતી આપવામાં આવી છે. જેથી મંદિર રાબેતા મુજબ શરૂ થતાં ભક્તોમાં પણ આનંદનો માહોલ ફેલાઈ ગયો છે.
જે ભક્તો મંદિરે રાબેતા મુજબ દર્શન કરવા માટે આવે છે તે લોકો માટે ખરેખરમાં આ રાહતના સમાચાર કહી શકાય. અગાઉ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને લઈને જ મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગાઉ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોકે હવે મંદિરનો સમય રાબેતા મુજબનો કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર હેઠળ આતંકીઓના અડ્ડાને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં પાકિસ્તાન દ્વારા સતત છેલ્લા 3 દિવસથી ભારતની સરહદ પાસે હુમલા કરવામાં આવી રહ્યા હતા. જેથી દ્વારકા મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જોકે હવે મંદિરને રાબેતા મુજબ શરૂ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Dwarka,Jamnagar,Gujarat

