દેવભૂમિ દ્વારકાઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના દીકરા અનંચ અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે નવમો દિવસ છે. અનંત અંબાણી જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. જામનગર તેમનું પિતૃગામ અને કર્મભૂમિ છે, ત્યાંથી તેઓ 29 માર્ચે નીકળ્યા હતા. તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટર ચાલે છે. અનંત અંબાણી પદયાત્રામાં હનુમાન ચાલીસા, શ્રીરામ જય રામ..જયજય રામ… ગાયત્રીના પાઠ, હરહર મહાદેવ, જય દ્વારકાધીશના નારાઓ બોલતા જાય છે અને પદયાત્રા કરતા જાય છે ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહ્યો છે. અનંત અંબાણીની પદયાત્રામાં તેમની ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનંત અંબાણીનું સ્વાગત કરીને વિવિધ ભેટો આપવામાં આવી રહી છે. તો વડીલો દ્વારા અનંત અંબાણીને આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકા જતી વખતે રસ્તામાં કૃષ્ણના વાઘા પહેરેલા બાળકને જોતા વેત અનંત અંબાણી તેની પાસે પહોંચ્યા હતા અને બાળકને તેડી લીધું હતું. આ સાથે જ અનંત અંબાણીએ માસૂમ બાળકના પરિવાર સાથે ફોટા પણ પડાવ્યા હતા.
Source link
