‘અધિક કલેક્ટર’ બનીને ફરનારા યુવક-યુવતી પકડાયા!

‘અધિક કલેક્ટર’ બનીને ફરનારા યુવક-યુવતી પકડાયા!

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા: કારમાં લાલ રંગનું અધિક કલેક્ટરની કાર હોવાનું બોર્ડ લગાવ્યું હતું. માથે પોલીસની કારમાં હોય એવી લાઈટ લગાવી હતી. બાદમાં આ યુવક યુવતી સરકારી અધિકારી હોવાનો રોફ જમાવવા નીકળ્યા હતા. જોકે, ખંભાળિયા પોલીસને શંકાસ્પદ લાગતાં કાર રોકાવી અને યુવક-યુવતીને પકડી લીધા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે કોઈ સરકારી હોદ્દા પર ન હોવા છતાં યુવક-યુવતી આવી રીતે લોકો વચ્ચે જઈને અધિકારી હોવાનો ડોળ ઉભો કરતા હતા. યુવતી મૂળ જૂનાગઢની છે અને હાલ રાજકોટમાં સ્પીપાની તાલીમાર્થી હોવાનું ખૂલ્યું છે. આરોપીઓએ આ રીતે કોની કોની સામે રોફ જમાવ્યો તેની તપાસ શરૂ કરાઈ છે. સાથે જ શું આવી રીતે તેમણે કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ એ અંગે પણ તપાસ શરૂ કરાઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *