બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો ત્રીજો દિવસ: સાડા નવ કરોડની સરકારી જમીન પરનું દબાણ કરાયું દૂર

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો ત્રીજો દિવસ: સાડા નવ કરોડની સરકારી જમીન પરનું દબાણ કરાયું દૂર

ધર્મ RELIGION
Spread the love


દ્વારકા: બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ છે. આજે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેશે. અત્યાર સુધી સાડા નવ કરોડની કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. 24400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળી રહ્યો છે. એક હજાર પોલીસ અને એસ.આર.પી. જવાનો સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે.

110 જેટલા મકાનો તોડી પડાયા

બેટ દ્વારકામાં બે દિવસમાં 110 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા. 250 જેટલા આસામીઓને તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. નોંધનીય છે કે, શનિવારે વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પણ પોલીસ તંત્ર હાઈ એલર્ટ પર કામ કરી રહ્યું છે. જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આ સિવાય ખંભાળિયાના બન્ને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરમાંથી પી.આઈ., પી.એસ.આઈ. ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસ સહિત 1 હજાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 
પીરોટન ટાપુ પરથી અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા દબાણો પર ફર્યું બુલડોઝર

News18

સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ થઈ હતી વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી બેટ દ્વારકા દબાણની કામગીરીને લઈને વિવાદિત પોસ્ટ વાયરલ થઈ હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્ટેટ સાયબર ક્રાઈમ, ATS, ક્રાઈમ બ્રાન્ચને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જેના વિશે વધારે માહિતી એસપી નીતેશ પાંડેએ મીડિયાને આપી હતી.

એસપીએ આપી જાણકારી

આ અંગે એસપી, નીતેશ પાંડેએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “આજે બેટ દ્વારકા ડિમોલિશનનો ત્રીજો દિવસ છે. જે કાંઈ પણ ગેરકાયદેસર દબાણો છે તે કાયદેસરની કાર્યવાહી કરીને તોડવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ જે ટ્વીટ છે તે અંગે પોલીસની તપાસ ચાલી રહી છે. હાલ અત્યારે એક હજાર પોલીસ બંદોબસ્ત છે. તમામ જવાનો સતત ખડેપગે બંદોબસ્તમાં હાજરી આપી રહ્યા છે. જ્યાં સુધી જરૂરિયાત હશે ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે.”

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *