પીપીએફ અને ટાઇમ ડિપોઝિટ ઓપ્શન :- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર વર્તમાન વ્યાજ દર 7.1 ટકા છે, જેનો લોક-ઇન સમયગાળો 15 વર્ષનો છે. આ સ્કિમ્સ ટેક્સ હેતુ માટે EEE કેટેગરી હેઠળ આવે છે, એટલે કે રોકાણ, વ્યાજ અને પાકતી રકમ બધું કરમુક્ત છે. વધુમાં, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ યોજના 1 થી 5 વર્ષ સુધીની મુદત માટે 6.9 થી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. પાંચ વર્ષની RD યોજના 6.7 ટકાના વ્યાજ દર સાથે નિયમિત બચતની તક આપે છે.

