7 વર્ષ પછી રિયા ચક્રવર્તીનું ધમાકેદાર કમબેક, ‘ફેમિલી બિઝનેસ’ નાં ફર્સ્ટ લુકે જીત્યું લોકોનું દિલ; ફેન્સે કર્યો ફૂલ સપોર્ટ

7 વર્ષ પછી રિયા ચક્રવર્તીનું ધમાકેદાર કમબેક, ‘ફેમિલી બિઝનેસ’ નાં ફર્સ્ટ લુકે જીત્યું લોકોનું દિલ; ફેન્સે કર્યો ફૂલ સપોર્ટ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

નેટફ્લિક્સની વેબ સીરિઝ ફેમિલી બિઝનેસનાં ફર્સ્ટ લુકનું ટીઝર રિલીઝ થયું છે. સીરિઝમાં અનિલ કપૂર અને વિજય વર્મા સિવાય એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પણ ખાસ રોલમાં જોવા મળી રહી છે.   

આ વેબ સીરિઝને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
આ વેબ સીરિઝને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.

નેટફ્લિક્સે સીરિઝ ‘ફેમિલી બિઝનેસ’નાં ફર્સ્ટ લુકનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. વિજય વર્મા અને અનિલ કપૂર જેવા દિગ્ગજ સિતારાઓથી સજ્જ આ સીરિઝ પોલિટિક્સ, ફેમિલી ક્લેશથી લઈને એક જટિલ કહાની છે. આ ટીઝર ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યું છે. આ ટીઝરમાં મુદ્દાની વાત તો એ છે કે લગભગ 7 વર્ષ પછી રિયા ચક્રવર્તીએ વાપસી કરી છે. રિયાને જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.

સીરિઝનું ટીઝર સોશિયલ મીડિયામાં જેમ-જેમ વાયરલ થવા લાગ્યું એમ લોકો રિયા ચક્રવર્તીને ફૂલ સપોર્ટ કરી રહ્યાં છે. રિયાની વાપસીને લઈને ફેન્સ પણ ઇમોશનલ થઈ ગયા. નેટિજન્સે એમની હિંમતને દાદ આપતા અનેક કોમેન્ટ્સ કરી છે. આ સાથે એક ફેને લખ્યું છે કે આટલી સ્ટ્રગલ અને મુશ્કેલી બન્ને સહન કર્યાં પછી આ સન્માન મળવું જ જોઈએ. આ સાથે કેટલાકે હેશટેગની સાથે કોમેન્ટ કરી છે કે એક્ટ્રેસનાં પાવરફૂલ ચેપ્ટર 2 ને લઈને કેટલી ગંભીર અને રોમાંચિત છે.

ફેન્સે રિયાને કર્યો ફૂલ સપોર્ટ

રિયા ચક્રવર્તીની વાપસી માત્ર કરિયરનું એક કમબેક જ નહીં, પરંતુ એમનાં સંયમ અને સંકલ્પની જીત છે. સોશિયલ મીડિયા પર આવેલી કોમેન્ટ્સ એ દર્શાવે છે કે રિયાનાં દર્શકોનો એક મોટો વર્ગ છે, જે હવે એક્ટ્રેસને હાલમાં ફૂલ સપોર્ટ કરી રહ્યો છે. આમ, જો આ સીરિઝને સફળતા મળશે તો રિયાનું નામ ટોપ લિસ્ટમાં આવી શકે છે.

રિયા ચક્રવર્તીની નવી શરૂઆત

ફેમિલી બિઝનેસનાં ફર્સ્ટ લુક પરથી એ પાક્કું થાય છે કે આ સીરિઝ વર્ષની સૌથી ચર્ચિત રિલીઝમાંથી એક સાબિત થઈ શકે છે. રિયાએ એનાં પ્રોફેશનલ લાઇફની એક નવી અને દમદાર શરૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે રિયાએ 2009માં MTV ઇન્ડિયાના “TVS Scooty Teen Diva” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તે પ્રથમ રનર-અપ રહી હતી. ત્યારબાદ તે MTV દિલ્હી માટે VJ બની અને “Pepsi MTV Wassup” જેવા શો હોસ્ટ કર્યા. તેણે 2012માં તેલુગુ ફિલ્મ “Tuniga Tuniga” થી ડેબ્યૂ કર્યું અને 2013 માં “Mere Dad Ki Maruti” થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. 2023માં, તે MTV રોડીઝની 20મી સીઝનની વિજેતા ગેંગ લીડર હતી, જેણે તેની ટીમને વિજય તરફ દોરી હતી.

 

ગુજરાતી સમાચાર/ ન્યૂઝ/મનોરંજન/

7 વર્ષ પછી રિયા ચક્રવર્તીનું ધમાકેદાર કમબેક, ‘ફેમિલી બિઝનેસ’ નાં ફર્સ્ટ લુકે જીત્યું લોકોનું દિલ; ફેન્સે કર્યો ફૂલ સપોર્ટ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *