Final Up to date:
સોમાલિયાની રાજધાની મોગાદિશુના અદન અદ્દે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભયંકર ઘટના સામે આવી છે. જ્યાં 50 મુસાફરોથી ભરેલું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે.
મોગાદિશુ: સોમાલિયાની રાજધાની મોગાદિશુના અદન અદ્દે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભયંકર ઘટના સામે આવી છે. જ્યાં 50 મુસાફરોથી ભરેલું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. સ્ટાર સ્કાઈ એરલાઇન્સનું એક વિમાન જેવી એરપોર્ટ પરથી ઉડાન ભરી અચાનક ટેક્નિકલ ખામી આવી ગઈ. એન્જિન અને સાથે થોડી દેતા વિમાન સીધું નીચે ખાબક્યું, આ વિમાન હિન્દ મહાસાગરમાં ક્રેશ થયું, આ દુર્ઘટનામાં પાયલટે હિંમત બતાવતા મોટું જોખમ લીધું, તેની સાવચેતીથી એવો ચમત્કાર થયો કે, લોકો તેના પર વિશ્વાસ કરી શકતા નથી. સમુદ્રમાં ફ્લાઇટ ક્રેશ થયા પછી પણ કોઈનો જીવ ગયો નહીં.
આ દુર્ઘટના મંગળવારના બપોરે સર્જાઈ હતી. જ્યારે સ્ટાર સ્કાઈ એરલાઇન્સના એક વિમાને અદન અદ્દે એરપોર્ટથી ગુરિએલ વિસ્તાર માટે ઉડાન ભરી હતી. હજુ વિમાને ઊંચાઈ પકડી પણ નહોતી, ત્યાં તેનું એન્જિન જવાબ આપી ગયું. પાયલટને અનુભવ થયો કે વિમાન નિયંત્રણ ગુમાવી રહ્યું છે. ત્યારે વિમાનમાં 50 લોકો સવાર હતા. પાયલટે તરત એરપોર્ટ પર પરત ફરવાનો નિર્ણય કર્યો, પરંતુ રનવે સુધી પહોંચે એ પહેલા જ વિમાન ડગમગી ગયું.
જ્યારે પાયલટને લાગ્યું કે, રનવે સુધી પહોંચવું અશક્ય છે, તો તેણે વિમાનને એરપોર્ટને અડીને આવેલા હિન્દ મહાસાગરના કિનારા બાજુ વાળી દીધું. લેન્ડિંગ એટલું ભીષણ હતું કે, વિમાનના પાંખિયા તૂટી ગયા. વિમાન રનવેથી દૂર સમુદ્રના કિનારે પડ્યું હતું.
હિન્દ મહાસાગરમાં ભયાનક ક્રેશ થયાની થોડી ક્ષણો માટે બધાના શ્વાસ અટકી ગયા હતા. કેમ કે વિમાનના પાંખિયા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા અને એન્જિને સાથ છોડી દીધો હતો. જો કે, કુદરતના ચમત્કાર અને પાયલટની સાવચેતીથી આ મોટી દુર્ઘટનામાં કોઈનો જીવ ગયો નહીં. દુર્ઘટનાની જાણકારી મળતા એરપોર્ટ ઓથોરિટી અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. નાગરિક ઉડ્ડયન સત્તામંડળના ડિરેક્ટર અહેમદ મુઆલિમ હસને પુષ્ટિ કરી કે વિમાનમાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા છે. કોઈપણ જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી. જે કોઈ ચમત્કારથી ઓછું નથી.

