વેજલપુર અને ઝોન-7 એલસીબી ટીમે કુખ્યાત આરોપી અઝહરની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો, ત્યારે આખરે બાતમીના આધારે જુહાપુરા-વેજલપુર વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો. સાથે જ પોલીસે તેની પાસેથી એક વાહન, રોકડ અને વિદેશી ચલણી નોટો કબજે કરી છે. મહત્વનું છે કે આરોપી સામે કુલ 21 ગુના નોંધાયેલા છે, જેમાં ખંડણી, ગુજસીટોક અને હત્યાના પ્રયાસનો સમાવેશ થાય છે. આખરે પોલીસે આરોપીને દબોચીને કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.
Source link
