પૂજા ભટ્ટનાં પિતા મહેશ ભટ્ટની સાથે લિપલોકની તસવીર પર વિવાદ થયો હતો. જો કે વર્ષ 1990 માં એક મેગેઝિનનાં કવર પર પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટનો લિપલોક બતાવવામાં આવ્યો હતો. આમ, પૂજાનું નામ ઘણા વિવાદોમાં રહ્યું. દારૂ પીવાથી લઈને પપ્પા મહેશ ભટ્ટનું ‘લિપ લોક’ સાથેનું ફોટોશૂટ અને ‘મને દીકરી ન હોત તો મેં લગ્ન કરી લીધા હોત’ જેવા નિવેદનથી ઘણી હેડલાઈન્સ બની, પરંતુ પૂજાએ બેફિકર જીવન જીવવાનું ચાલુ રાખ્યું. અભિનેતા રણવીર શૌરી સાથે સંબંધ પણ હતો, સગાઈ પણ થઈ હતી, પરંતુ હિંસક વર્તનને કારણે પૂજાએ અંતર રાખ્યું હતું.

