Final Up to date:
પરિવારનો આરોપ છે કે આશીર્વાદના નામ પર કરવામાં આવેલી મોટી રકમની માગણી, શ્રાપ અને હોબાળાએ મૃતકને એટલો ડરાવી દીધો કે તેની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને હાર્ટ એટેક આવ્યો.
અલવર: રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સમાજમાં ફેલાયેલા ડર, પ્રેશર અને પરંપરાના નામ પર થતા હોબાળા પર ગંભીર સવાલો ઊભા કરે છે. કોતવાલી વિસ્તારના ફેમિલી લાઈન સ્કીમ ત્રણમાં એક પરિવાર માટે ખુશીઓના અવસર અચાનક માતમમાં છવાઈ ગયો. જ્યારે કથિત રીતે કિન્નરોની ધમકીઓ અને માનસિક પ્રેશરની વચ્ચે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું.
પરિવારનો આરોપ છે કે આશીર્વાદના નામ પર કરવામાં આવેલી મોટી રકમની માગણી, શ્રાપ અને હોબાળાએ મૃતકને એટલો ડરાવી દીધો કે તેની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને હાર્ટ એટેક આવ્યો. આ સમગ્ર ઘટનાક્રમ પર હવે પોલીસ તપાસ કરી રહી છે અને વિસ્તારમાં આ મામલાને લઈને લોકોમાં ભારે ગુસ્સો છે.
મૃતકના જમાઈ રાકેશ કુમારના જણાવ્યા અનુસાર, આ ઘટના એ સમયે બની, જ્યારે પરિવારમાં એક નવજાત શિશુનો જન્મ થયો હતો. શંકરના ભત્રીજાની વહુએ એક દિવસ પહેલા જ દીકરાને જન્મ આપ્યો હતો. પરિવારના આ લોકો આ ખુશીમાં વ્યસ્ત હતા, બીજા દિવસે અખેપુરાથી આવેલા કિન્નરો ઘરે આવ્યા. તેમણે આશીર્વાદ આપવાના નામ પર ડાયરેક્ટ 31 હજાર રૂપિયા માગ્યા. પરિવારનું કહેવું છે કે પરંપરા અનુસાર, આ પ્રકારના અવસરમાં લગભગ 10 હજાર રૂપિયા આપવામાં આવે છે, પણ આટલી મોટી રકમ આપવી તેમના માટે અશક્ય છે.
પરિવારના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે 31 હજાર નહીં આપી શકે અને પરંપરા તો 10 હજાર આપવાની છે, તેવી વાત કહી તો કિન્નર ગુસ્સે થઈ ગયા. આરોપ છે કે ત્યાર બાદ કિન્નરોએ ઘરમાં હોબાળો કર્યો, શ્રાપ આપવા લાગ્યા. પરિવારનું સત્યાનાશ જશે તેવી ધમકી પણ આપી. જેનાથી ઘરમાં માહોલ તણાવભર્યો થઈ ગયો. આ દરમ્યાન ઉપરના માળે હતા, તેઓ નીચે આવ્યા અને વચ્ચે પડી સમાધાન કરાવવાની કોશિશ કરી.
પરિવારનો આરોપ છે કે કિન્નરોએ હોબાળો મચાવ્યો, ધમકી આપી અને શ્રાપથી શંકર ડરી ગયો. તેમણે સમજાવવાની કોશિશ કરી, પણ કિન્નર કોઈ વાત માનવા તૈયાર ન થયા. આ તણાવ અને ડરની વચ્ચે શંકરની તબિયત અચાનક બગડી, તેને હાર્ટ એટેક આવ્યો અને તરત મોત થઈ ગયું. પરિવારનું કહેવું છે કે જો આ હોબાળો અને તણાવ ન થયો હોત તો શંકરનો જીવ બચી જાત.
મૃતકના જમાઈ રાકેશ કુમારે સમગ્ર મામલાની જાણકારી આપી છે અને પરિવારે કિન્નરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે આશીર્વાદના નામ પર આવી રીતે બળજબરી વસૂલી અને ધમકી હવે સામાન્ય વાત થઈ ગઈ છે. પણ આ વખતે તેમના કારણે એક નિર્દોષનો જીવ ગયો. હવે પોલીસે પણ એક્શન લેતા કાર્યવાહી શરુ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ગુસ્સો છે.

