હ્યુન્ડાઇ એક્સટરનું અપડેટેડ વર્ઝન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને નવા ફિચર્સ

હ્યુન્ડાઇ એક્સટરનું અપડેટેડ વર્ઝન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને નવા ફિચર્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Hyundai Exter 2026 Launch In India : હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં પોતાની લોકપ્રિય કોમ્પેક્ટ SUV એક્સટરનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે. નવી એક્સટને 25 થી વધુ મુખ્ય ડિઝાઇન, ટેકનોલોજી અને સેફ્ટી ફેરફારો સાથે અપડેટ કરવામાં આવી છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 5.80 લાખ રુપિયાછે. ગ્રાહકોને નવા કલર ઓપ્શન સાથે પ્રીમિયમ ઇન્ટિરિયર પણ મળશે. નવી લોન્ચ થયેલી SUV ના ફિચર્સ, પાવરટ્રેન અને કિંમત પર નજીકથી નજર કરીએ.

વેરિઅન્ટ પ્રમાણે ફિચર્સ

નવી એક્સટર 2026ના પેટ્રોલ મેન્યુઅલ (MT) મોડલ HX 2 વેરિઅન્ટ માટે શરૂઆતી કિંમત 579,900 થી શરૂ થાય છે, જે ટોપ-સ્પેસિફિકેશન HX 8 વેરિઅન્ટ માટે 8,35,900 રુપિયા સુધી જાય છે. AMT વેરિઅન્ટની કિંમત 6,90,900 રુપિયાથી શરૂ થાય છે, જે સૌથી પ્રીમિયમ HX 10 ટ્રીમ માટે 9,41,900 રુપિયા સુધી જાય છે. બીજી તરફ CNG મોડલ HX 2 વેરિઅન્ટ માટે કિંમત 6,99,900 રુપિયાથી શરૂ થાય છે અને HX 8 વેરિઅન્ટ માટે 9,40,900 રુપિયા સુધી જાય છે.

ડિઝાઇનમાં શું છે ફેરફાર?

નવી એક્સટર લુકને વધુ મસ્ક્યુલર અને સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. તેમાં ફ્રન્ટમાં નવા ગ્રિલ, અપડેટેડ બમ્પર અને નવા ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ છે. પાછળના ભાગમાં નવી વિંગ-ટાઇપ સ્પોઇલર અને અપડેટેડ ટેલગેટ ડિઝાઇન તેને મોર્ડન લુક આપે છે. હ્યુન્ડાઇનો દાવો છે કે તે તેના સેગમેન્ટમાં સૌથી ઊંચી SUV છે અને તેમાં સૌથી લાંબો વ્હીલબેઝ છે. SUV ની લંબાઈ 3,830 mm અને પહોળાઈ 1,723 mm છે.

પ્રીમિયમ કેબિન 

કારની અંદર તમને એક નવું નેવી અને ગ્રે ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર મળશે. ડેશબોર્ડમાં 3D કાર્બન પેટર્ન, સ્પોર્ટી D-કટ સ્ટીયરિંગ વ્હીલ સાથે સેગમેન્ટમાં પ્રથમ વખત મેટલ પેડલ્સ આપવામાં આવ્યા છે. આ સિવાય તેમાં વાયરલેસ Android Auto અને Apple CarPlay સાથે ડેશકેમ છે. ઇલેક્ટ્રિક સનરૂફ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તેના કેબિનને વધુ ફ્યૂચરિસ્ટિક બનાવે છે.

SUVનું પાવરટ્રેન

પાવરટ્રેનની વાત કરીએ તો SUV વિશ્વસનીય 1.2-લિટર કાપા પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. તે તેના સેગમેન્ટમાં એકમાત્ર SUV છે જે 4-સિલિન્ડર એન્જિન પ્રદાન કરે છે, જે સરળ અને શુદ્ધ ડ્રાઇવિંગ અનુભવ આપે છે. આ એન્જિન મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ બંને વિકલ્પો સાથે આવે છે. SUV માં CNG પાવરટ્રેન વિકલ્પ પણ છે.

બધા વેરિઅન્ટમાં 6 એરબેગ્સ

હ્યુન્ડાઇએ એક્સટરને સેફ્ટીના મામલે ઘણી મજબૂત બનાવી છે. હવે આ ગાડીના બધા વેરિઅન્ટમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ તરીકે મળશે. ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ (HAC) સહિત 30 સ્ટાન્ડર્ડ સુરક્ષા ફિચર્સ અને 45 થી વધુ અદ્યતન સેફ્ટી ફિચર્સ સામેલ છે. કંપનીએ બે નવા શેડ્સ ગોલ્ડન બ્રોન્ઝ અને ટાઇટેનિયમ બ્લેક મેટ રજૂ કર્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *