Hyundai Grand i10 NIOS Vibe Version launches : હ્યુન્ડાઇએ તેની એન્ટ્રી-લેવલ હેચબેક ગ્રાન્ડ i10 Nios નું નવું Vibe એડિશન લોન્ચ કર્યું છે. તે Sportz ટ્રીમ પર બેસ્ડ છે અને તેની કિંમત 7.09 લાખ રુપિયા (એક્સ-શોરૂમ) છે. ગ્રાન્ડ i10 Nios હવે Asta MT અને Asta AMT વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે, જેની એક્સ-શોરૂમ કિંમત 7.51 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. ગ્રાન્ડ i10 Nios Vibe એડિશન Sportz અને Sportz (O) વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં 15-ઇંચના એલોય વ્હીલ્સ બ્લેક ફિનિશ સાથે આવે છે. તેમાં પ્રોજેક્ટર હેડલેમ્પ્સ પણ મળે છે.
ગ્રાન્ડ i10 Nios વાઇબ એડિશન ઇન્ટિરિયર
આ કારના ઇન્ટિરિયરમાં લાલ કલરના એક્સેન્ટ સાથે બ્લેક ફિનિશ આપવામાં આવી છે અને સ્ટીયરિંગ વ્હીલ પર લેધરની રેપિંગ છે. તેમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવેલી છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી ક્રુઝ કંટ્રોલ, પાછળ એસી વેન્ટ્સ સાથે ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, છ એરબેગ્સ, ટીપીએમએસ અને એક ડેશકેમથી લેસ છે. જેમાં રેકોર્ડિંગના ઘણા મોડ્સ ઉપલબ્ધ છે.
ગ્રાન્ડ i10 Nios વાઇબ એડિશન એન્જિન
ગ્રાન્ડ i10 નિઓસ વાઇબ એડિશનમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન લાગેલું છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા એએમટી ગિયરબોક્સ સાથે આવે છે. તે 83 પીએસનો પાવર અને 113.8 એનએમનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. સલામતી માટે તેમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ અને હિલ આસિસ્ટ કંટ્રોલ સાથે 6 એરબેગ્સ પણ આવે છે.
હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios કિંમત
હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios ની કિંમતોની વાત કરીએ તો Asta MT ની કિંમત 750,700 રુપિયા (એક્સ-શોરૂમ) અને Asta AMT ની કિંમત 802,600 રુપિયા (એક્સ-શોરૂમ) છે. જ્યારે વાઇબ એડિશનની કિંમત સ્પોર્ટ્ઝ એમટી માટે 709,400 રુપિયા (એક્સ-શોરૂમ), Sportz AMT માટે 761,400 રુપિયા (એક્સ-શોરૂમ) અને Sportz (O) AMT માટે 773,400 રુપિયા (એક્સ-શોરૂમ) છે.
નવી બજાજ પલ્સર 180 લોન્ચ, જાણો કિંમત, માઇલેજ, ફિચર્સ અને અપડેટ
હ્યુન્ડાઇ i10 Nios ફિચર્સ અને સ્પેસિફિકેશન્સ
હ્યુન્ડાઇ i10 નિઓસ મોનોટોન ટાઇટન ગ્રે, પોલર વ્હાઇટ, ફેરી રેડ, ટાયફૂન સિલ્વર, સ્પાર્ક ગ્રીન અને ટીલ બ્લૂ કલર્સ સામેલ છે. ડ્યુઅલ-ટોન કલર ઓપ્શનમાં ફેન્ટમ બ્લેક રુફ સાથે પોલર વ્હાઇટ અને ફેન્ટમ બ્લેક રુફ સાથે સ્પાર્ક ગ્રીનનો સમાવેશ થાય છે.
i10 નિઓસમાં ફર્સ્ટ ઇન સેગનમેન્ટ ફીચર જેવા સાઇડ અને કર્ટન એરબેગ્સ, ફૂટવેલ લાઇટિંગ, ટાઇપ-સી ફ્રન્ટ યુએસબી ચાર્જર અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ મળે છે. અન્ય અપડેટ્સમાં ગ્લોસી બ્લેક ફ્રન્ટ રેડિયેટર ગ્રિલ, નવા LED DRL અને કનેક્ટેડ ડિઝાઇન સાથે LED ટેલ લેમ્પનો સમાવેશ થાય છે.
