હરિયાણાના ફરીદાબાદમાં અફરાતફરી મચી: મેળામાં ચકડોળ તૂટ્યો, ઢગલાબંધ લોકો ઘાયલ

હરિયાણાના ફરીદાબાદમાં અફરાતફરી મચી: મેળામાં ચકડોળ તૂટ્યો, ઢગલાબંધ લોકો ઘાયલ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

હરિયાણાના ફરીદાબાદમાં ચાલી રહેલા સૂરજકુંડ મેળામાંથી માઠા સમાચાર આવ્યા છે. જ્યાં મેળામાં ચકડોળ તૂટી પડતા કેટલાય લોકો ઘાયલ થયા છે, જ્યારે એક પોલીસ ઈસ્પેક્ટરનું મોત થઈ ગયું છે.

News18
News18

ફરીદાબાદ: હરિયાણાના ફરીદાબાદમાં ચાલી રહેલા સૂરજકુંડ મેળામાંથી માઠા સમાચાર આવ્યા છે. સૂરજકુંડ મેળામાં બીજી દુર્ઘટના જોવા મળી છે. પહેલા ગેટ પડવાથી બે લોકો ઘાયલ થયા હતા. હવે ચકડોળ તૂટવાથી 13 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. હાલમાં તમામને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળની આજુબાજુમાં મેળાનું ગ્રાઉન્ડ ખાલી કરી દેવામાં આવ્યું છે.

લોકોને બચાવતી વખતે ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીનું મોત થઈ ગયું છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળને બેરિકેટ કરી દીધું છે. ઘટનાસ્થળ પર ટોચના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે.

મુખ્યમંત્રી નાયબ સૈનીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ફરીદાબાદમાં આયોજીત સૂરજકુંડ મેળામાં થયેલી દુર્ઘટના અત્યંત દુખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વ્યક્તિના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરુ છું. સાથે જ ઘાયલો થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સંબંધિત અધિકારીઓને જરુરી દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. હરિયાણા સરકાર તત્પરતા અને સંવેદનશીલતા સાથે ઘાયલો અને તેમના પરિવારોને શક્ય દરેક મદદ આપી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *