સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે યુથ કોંગ્રેસ ગુજરાત ધમરોળશે, 20% બેઠકોમાં દાવેદારી મેળવવા મેદાને! 

સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે યુથ કોંગ્રેસ ગુજરાત ધમરોળશે, 20% બેઠકોમાં દાવેદારી મેળવવા મેદાને! 

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ યુવાનોને પ્રાધાન્ય આપી સક્રિય બન્યા છે, યુથ કોંગ્રેસ પ્રવાસ અને કારોબારી બેઠકથી યુવા ઉમેદવાર શોધી રહી છે.

યુથ કોંગ્રેસ ગુજરાત ધમરોળશે
યુથ કોંગ્રેસ ગુજરાત ધમરોળશે

અમદાવાદ: ગુજરાતમાં હવે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જે અંતર્ગત ગુજરાતમાં અંદાજિત 30થી વધુ જિલ્લા પંચાયત, 250થી વધુ તાલુકા પંચાયત અને 8 મહાનગરપાલિકામાં સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પૂર્વે ભાજપ હોય કે કોંગ્રેસ, એક્ટિવ બની ચૂક્યું છે. જે અંતર્ગત વર્ષોથી સત્તા વિમુખ રહેલા કોંગ્રેસ પણ મેદાન મારવા માટેની તૈયારી દાખવી રહ્યું છે. કોંગ્રેસ હવે યુવાનોને પ્રાધાન્ય આપી રહ્યું છે. યુવાનોને પ્રાધાન્ય મળે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાનો પણ સહભાગી થાય તે પ્રકારની રણનીતિ બનાવી છે. જેના ભાગરૂપે યુથ કોંગ્રેસ આવતીકાલથી માંડીને ત્રણ ફેબ્રુઆરી સુધી આખા ગુજરાતમાં પ્રવાસ ખેડવાનું આયોજન કર્યું છે.

આ પ્રવાસમાં રાષ્ટ્રીય સચિવ નિખીલ ત્રિવેદી તેમજ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડો. પ્રવિણસિંહ વણોલ સહિતના આગેવાનો ગુજરાતમાં પ્રત્યેક જિલ્લા, તાલુકા તેમજ વિધાનસભાની બેઠક વાઇઝ પ્રવાસની રૂપરેખા ઘડવામાં આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યુથ કોંગ્રેસને પ્રાધાન્ય મળે તે માટે સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે આવતીકાલથી ત્રણ ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ જિલ્લા મથકે જશે, પ્રત્યેક જિલ્લામાં રોકાણ કરશે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે યુવા ઉમેદવારને શોધવાની તજવીજ હાથ ધરશે.

મહત્વનું છે કે, આગામી ચૂંટણીમાં યુથ કોંગ્રેસને 20 % પ્રાધાન્ય મળે તે માંગ સાથે મેદાને ઉતરવાની રણનીતિ બનાવી છે, એટલું જ નહીં દરેક જિલ્લામાં યુથ કોંગ્રેસ કારોબારી બેઠક કરશે અને કારોબારી બેઠકમાં યુવાન અને લડાકુ ઉમેદવારને શોધશે. જે ભાજપને સીધી ટક્કર આપી શકે તેવા ઉમેદવારોને શોધીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની રણનીતિ બનાવશે. જેમાં યુથ કોંગ્રેસના બધા નેતાઓ રાજ્યમાં સક્રિય પણ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાનોને પ્રાધાન્ય મળે તે પ્રકારની આશા અપેક્ષા સાથે કામે લાગશે. ત્યારે એક તરફ ભાજપ પણ યુવાનોને પ્રમોટ કરી રહ્યું છે, ભાજપ પોતાના સંગઠનની ટીમમાં પણ યુવાનોને મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે કોંગ્રેસ પણ યુવાનોને પ્રાધાન્ય માટે યુથ કોંગ્રેસના યુવાનો આગળ કરી રહ્યું છે. ત્યારે યુથ કોંગ્રેસના યુવાનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલું કાઠું કાઢે છે તે જોવું રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *