સ્પેસ સેક્ટરમાં ગુજરાતનો જયજયકાર

સ્પેસ સેક્ટરમાં ગુજરાતનો જયજયકાર

બ્લોગ BLOG
Spread the love



ગુજરાત હવે માત્ર વેપાર-ઉદ્યોગમાં જ નહીં, પણ અવકાશ વિજ્ઞાનમાં પણ ઇતિહાસ રચી રહ્યું છે. સ્પેસ સેક્ટરમાં ગુજરાતે હરણફાળ ફળી છે. ધોલેરાના બાવળીયારીથી ગુજરાતના પ્રથમ ખાનગી સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. અમદાવાદના સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશને’ તૈયાર કરાયેલા આ રોકેટે સફળ ઉડાન ભરીને યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકોના દ્વાર ખોલ્યા છે. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી આ રોકેટે આકાશમાં ઉડાન ભરી. અંદાજે 3 કિલોમીટરની ઊંચાઈ પ્રાપ્ત કરીને રોકેટે પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. તેની સાથે હવામાનના ડેટા એકત્ર કરતો એક મિની સેટેલાઈટ પણ મોકલવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓએ સ્પેસ ટેકનોલોજીમાં કરેલું આ રોકાણ અને સંશોધન આગામી સમયમાં ધોલેરાને સ્પેસ હબ તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *