સોનાની એક અફવાએ મચાવી ધમાલ! વીડિયો જોઈ લોકો પાવડા લઈને ગામનો રસ્તો ખોદવા લાગ્યા, પોલીસ થઈ દોડતી

સોનાની એક અફવાએ મચાવી ધમાલ! વીડિયો જોઈ લોકો પાવડા લઈને ગામનો રસ્તો ખોદવા લાગ્યા, પોલીસ થઈ દોડતી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Viral Video: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આજકાલ એક અફવા ફેલતા રીતસરનો હડકંપ મચી ગયો છે. છતરપુરના રાજગઢ ગામમાં સોનાના ખજાનાની અફવા ફેલાઈ છે. આ અફવાને કારણે લોકો રસ્તા પર ખોદીકામ કરવા લાગ્યા છે, અને સોનાના સિક્કા કે ખજાનાની શોધખોળમાં લાગી ગયા છે.

એક અફવાએ આખું ગામ ગાંડુ કર્યું!
એક અફવાએ આખું ગામ ગાંડુ કર્યું!

Viral Video Information: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સોનાનો ખજાનો મળવાની અફવાએ આખા વિસ્તારમાં હલચલ મચાવી દીધી છે. આ અફવાના કારણે હાલત એવી બની છે કે લોકો દિવસ-રાત સોનાના ખજાનાની શોધમાં ખોદકામ કરી રહ્યા છે અને ખજાનાની શોધમાં લાગી ગયા છે.

આ મામલો રાજગઢ ગામનો જણાવાઈ રહ્યો છે. ખરેખર, ગઈ રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં દાવો કરવામાં આવ્યો કે રસ્તા પર કરવામાં આવેલા માટીના ઢગલામાંથી જૂના સોનાના સિક્કા મળ્યા છે. વીડિયો વાયરલ થતાં જ ગામ અને આસપાસના વિસ્તારોમાં જાણે હલચલ મચી ગઈ. સવાર થતાં જ મોટી સંખ્યામાં ગામના લોકો પોતાના પરિવાર સાથે રસ્તા પર પહોંચી ગયા. જેને જે મળ્યું તેનાથી રસ્તો ખોદવાનું શરૂ કરી દીધું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયો થયો વાયરલ

વીડિયોમાં લોકોના હાથમાં પાવડા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો તો પોતાના હાથથી જ માટી ખોદતા દેખાયા છે. અહીં દરેકને આશા છે કે કદાચ તેમની કિસ્મત પણ ચમકી જાય અને તેમના હાથમાં પણ સોનાનો કોઈ ખજાનો લાગી જાય. આ મામલે ગામના લોકોનું કહેવું છે કે, રાજગઢ ગામમાં રોડ-રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. રાજગઢ પેલેસ (જૂના રાજવાડાના મહેલ) પાસેની જમીન ખોદીને તેની માટી રસ્તા પર નાખવામાં આવી હતી. તાજેતરમાં વરસાદ પડ્યો તો માટી ધોવાઈ અને તેમાંથી કેટલાક ચમકતા સિક્કા દેખાયા. રાત્રે કેટલાક લોકોએ તેને જોયા અને કહ્યું કે આ તો સોનાના સિક્કા છે. જેના કારણે ખજાનો મળવાની અફવા આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ.

સોનાના સિક્કા અને બિસ્કિટ મળ્યાનો દાવો

કેટલાક લોકોનો એવો પણ દાવો છે કે તેમને અનેક વર્ષ જૂના સોનાના સિક્કા મળ્યા છે. જેના પર મુગલ કાળની ભાષામાં કંઈક લખેલું છે. જ્યારે કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે તેમના હાથમાં સોનાના બિસ્કિટ પણ લાગ્યા છે. આ દાવાઓ અંગે સરપંચનું કહેવું છે કે આ કથિત ખજાનાની માહિતી અને યાદી પોલીસ પાસે હાજર છે.

વહીવટીતંત્રએ લોકોને કરી અપીલ

જો કે, સોનાની અફવા ફેલાતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર પણ પહોંચી ગયું છે. વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ આ વાયરલ વીડિયોમાં દેખાતા સિક્કાઓ અસલી છે કે નહીં તે જાણવાના પ્રયાસ કરી રહી છે. હાલમાં ગામમાં ખજાના લઈને ઉત્સુકતા અને અફવાઓનો દોર ચાલુ છે, પરંતુ સત્ય શું છે તે તપાસ પછી જ સામે આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *